News of Saturday, 18th April 2026
ધારીના ગોપાલગ્રામમાં ૭૨ વર્ષના અમરાભાઇ રાઠોડ એસિડ પી ગયા

રાજકોટ તા. ૧૮: અમરેલીના ધારીના ગોપાલગ્રામમાં રહેતાં અમરાભાઇ બેચરભાઇ રાઠોડ (ઉ.વ.૭૨) નામના વૃધ્ધે એસીડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. અલગ અલગ બિમારીને કારણે આ પગલુ ભરી લીધાનું સગાએ કહ્યું હતું.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
