News of Wednesday, 20th May 2026
સુરેન્દ્રનગરમાં ૧૦ દિ'માં ૭૦૦ થી વધુ ભુંડના મોત
સામૂહિક મોતનું કારણ જાણવા લેબોરેટરી રીપોર્ટની રાહઃ દુર્ગંધના કારણે હાલાકી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૦: સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા દસ દિવસમાં ૭૦૦થી વધુ ભૂંડના ભેદી સંજોગોમાં મોત થયા છે. શહેરના મફતિયાપરા, નકલંકપરા અને ભોગવો નદી આસપાસના વિસ્તારો સહિત વિવિધ ભાગોમાંથી દરરોજ સરેરાશ ૭૦ જેટલા ભૂંડના મળતદેહ મળી રહ્યા છે.
આટલી મોટી સંખ્યામાં ભૂંડના મોત થતાં સ્થાનિકોમાં રોગચાળાની દહેશત અને ચિંતા વ્યાપી છે. મનપાની સેનિટેશન ટીમને સતત ફરિયાદો મળ્યા બાદ, મળતદેહોને તાત્કાલિક ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પશુપાલન વિભાગ દ્વારા પાંચથી છ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે અને મળત ભૂંડનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.
મળતદેહોના સેમ્પલ અમદાવાદ ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ આ સામૂહિક મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
હાલમાં, ઠેર ઠેર ભૂંડના મળતદેહોને કારણે ફેલાયેલી દુર્ગંધથી આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન અધિકારી આકાશભાઈ ખટારીયાએ જણાવ્યું કે, સ્ટાફ દ્વારા મળત ભૂંડનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
