તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ગોંડલના વાસાવડમાં પગપાળા જઇ રહેલા ૭૦ વર્ષના ધીરજલાલ દેવરાનું કારની ઠોકરે મોત

રાજકોટ તા. ૩: ગોંડલના વાસાવડ ગામે ખાંટપરામાં રહેતાં ધીરજલાલ બાવાભાઇ દેવરા-રાવળદેવ (ઉ.વ.૭૦) નામના વૃધ્ધ ગઇકાલે સવારે પોણા અગીયારેક વાગ્યે ચાલીને વાસાવડ-સાણથલી રોડ પર રામવાડી પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે ક્રેટા કાર જીજે૧૪બીજી-૫૦૦૯ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં સુલતાનપુર પોલીસે મૃતકના ભત્રીજા વાસાવડના ર્હાદિકભાઇ કિશોરભાઇ દેવરા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. હેડકોન્સ. વિજયભાઇ સરીયા વધુ તપાસ કરે છે. હાર્દિકભાઇના જણાવ્યા મુજબ તેના મોટા બાપુજી માંગણી માંગવા ચાલીને જતાં હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં આ બનાવ બન્યો હતો.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
