<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

પ્રાકૃતિક કૃષિથી પકવેલી હળદરનું મૂલ્યવર્ધન કરીને વઢવાણ તાલુકાના વડોદ ગામના 70 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે ખેત-પેદાશની 'બ્રાન્ડ' બનાવી

માત્ર કાચો માલ વેચવાને બદલે કાળુભાઈએ જાતે પ્રોસેસિંગ શરૂ કર્યું : આશરે રૂ. 5 લાખના ખર્ચે ઘરે જ સ્ટીમ બોઈલર, પોલિશિંગ મશીન અને પલ્વરાઈઝર સાથેનું પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું : બાગાયત ખાતા તરફથી રૂ. 2.50 લાખની સહાય મળી

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર તા.૭ : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના 70 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે સાબિત કર્યું કે ખેડૂત જો ઉત્પાદકમાંથી પ્રોસેસર અને વિક્રેતા બને તો ખેતી ખોટનો ધંધો નથી.

 

કાળુભાઈ પાસે કુલ 10 એકર જમીન છે, જેમાંથી 4 એકરમાં છેલ્લા 13-14 વર્ષથી તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. કાગવડ ખાતેના કૃષિ મેળામાં પ્રાકૃતિક હળદર જોઈને પ્રેરાઈને 1 એકરથી શરૂ કરેલી હળદરની ખેતી આજે 4 એકર સુધી વિસ્તરી છે.

માત્ર કાચો માલ વેચવાને બદલે કાળુભાઈએ જાતે પ્રોસેસિંગ શરૂ કર્યું. આશરે રૂ. 5 લાખના ખર્ચે ઘરે જ સ્ટીમ બોઈલર, પોલિશિંગ મશીન અને પલ્વરાઈઝર સાથેનું પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું, જેમાં બાગાયત ખાતા તરફથી રૂ. 2.50 લાખની સહાય મળી.

પ્રાકૃતિક રીતે પકવેલી સેલમ હળદરને પ્રોસેસ કરી પાવડર બનાવી પોતાની બ્રાન્ડથી સીધું વેચાણ કરતા તેઓ વાર્ષિક રૂ. 11 લાખ સુધીની આવક મેળવે છે.

આત્મા પ્રોજેક્ટ અને બાગાયત વિભાગના માર્ગદર્શનથી અનેક ખેડૂતો માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

(2:57 PM IST)