તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 24th June 2026
વાછરડાએ પાટા મારી લેતાં ૭ વર્ષના રૂત્વીકને ગંભીર ઇજા
માળીયા હાટીના તાબેના સરખડીયા ગામનો બનાવઃ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા.૨૪: જુનાગઢના માળીયા હાટીના તાબેના સરખડીયા ગામે એક બાળકને વાછરડાએ પાટા મારી લેતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ સરખડીયા ગામે રહેતો રૂત્વીક જગદીશભાઇ ભાદરકા (ઉ.વ.૭) ગામમાં ઘર પાસે રમતો હતો ત્યારે બે વાછરડા અચાનક બાખડી પડયા હતાં. એ વખતે એક વાછરડુ પાછળની તરફ ફંગોળાતા ત્યાં રૂત્વીક રમતો હોઇ તેને છાતી, પેટના ભાગે પાટા મારી લેતાં ઇજાઓ થતાં જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તે એક બહેનથી નાનો છે અને પહેલા ધોરણમાં ભણે છે. તેના પિતા છુટક મજુરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
