તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ચકચાર : ૨૪ કલાકમાં બે સ્થળેથી મળી આવ્યા મૃતદેહ : ખાંભડા ગામના કૂવામાંથી યુવકનો અને વસાડવા કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળતા પોલીસ તપાસ તેજ
અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહો મળી આવતા પોલીસે બંને મામલે અકસ્માતે મોત કે અન્ય કોઈ કારણ છે કે કેમ ? તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ જગ્યાએથી અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહો મળી આવતા ચકચાર મચી છે.
પ્રથમ ઘટના ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામની છે. ગામની વાડી પાસે આવેલા એક કૂવામાં અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ પોલીસ મૃતકની ઓળખ અને ઘટના પાછળનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
બીજી ઘટના વસાડવા ગામ નજીક બની છે. ગામ નજીક આવેલી કેનાલમાં એક અજાણ્યા આધેડનો મૃતદેહ તરતો જોઈ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આધેડની પણ હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
ટૂંકા ગાળામાં બે મૃતદેહો મળી આવતા પંથકમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસે બંને મામલે અકસ્માતે મોત કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
