News of Tuesday, 1st September 2026
જુનાગઢની નોબલ યુનિવર્સિટીની Noble Material Testing Cellને NABL માન્યતા પ્રાપ્ત : સૌરાષ્ટ્રના બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને વિશ્વસનીય તથા ધોરણસરની Construction Material Testing સેવાઓનો લાભ મળશે
નોબલ યુનિવર્સિટીનાં પ્રમુખ ડૉ. નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, સંસ્થાના કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા, સંસ્થાના કુલપતિ ડૉ. એચ.એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવાઈ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧ : નોબલ યુનિવર્સિટીના Department of Civil Engineering હેઠળ કાર્યરત Noble Material Testing Cellને ગુણવત્તા પરીક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે. લેબોરેટરીને National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL) દ્વારા ISO/IEC 17025:2017 ધોરણ અનુસાર Testing ક્ષેત્રમાં Accreditation આપવામાં આવ્યું છે. Certificate No. NABLT0826GJ19192 મુજબ આ Accreditation 25 ઓગસ્ટ 2026થી 24 ઓગસ્ટ 2030 સુધી માન્ય રહેશે. આ સિદ્ધિ નોબલ યુનિવર્સિટીની ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક પ્રયોગશાળા સુવિધાઓ અને ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ ટેકનિકલ સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
NABL Accreditation પ્રાપ્ત થયા બાદ Noble Material Testing Cell ખાતે મંજૂર Scope અનુસાર વિવિધ બાંધકામ સામગ્રીના ગુણવત્તા પરીક્ષણો કરી શકાશે. જેમાં Cement, Bricks, Coarse Aggregates, Fine Aggregates, Concrete Paver Blocks તેમજ Fresh Concrete અને Hardened Concreteના વિવિધ પરીક્ષણોનો સમાવેશ થાય છે. આ પરીક્ષણો સંબંધિત IS Codes અને નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવશે.
આ માન્યતા માત્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. Road & Building (R&B), Water Resources/Water Works જેવા સરકારી વિભાગો, Contractors, Builders, Infrastructure Companies અને Consultants સહિતના વિવિધ ક્ષેત્રો માટે મંજૂર Scope મુજબ Construction Material Testingની વિશ્વસનીય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નવી તકો ઊભી થશે.
નોબલ યુનિવર્સિટી ખાતે વિકસાવવામાં આવેલી આ સુવિધા વિદ્યાર્થીઓ માટે પણ શૈક્ષણિક અને પ્રાયોગિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે. Civil Engineeringના વિદ્યાર્થીઓને વાસ્તવિક બાંધકામ સામગ્રીના પરીક્ષણ, ગુણવત્તા નિયંત્રણ અને સંબંધિત ધોરણો અંગે પ્રયોગાત્મક જ્ઞાન મેળવવાની તક મળશે. સાથે જ, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવામાં પણ આ સુવિધા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. Noble Material Testing Cell, Department of Civil Engineering, Noble University, Junagadh દ્વારા પ્રાપ્ત NABL Accreditation ગુણવત્તા, વિશ્વસનીયતા અને ટેકનિકલ શ્રેષ્ઠતા તરફ યુનિવર્સિટીના સતત પ્રયત્નોનું પ્રતિબિંબ છે.
યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં પણ આધુનિક પ્રયોગશાળાઓ, ગુણવત્તાયુક્ત સંશોધન અને ઉદ્યોગલક્ષી સેવાઓના વિકાસ દ્વારા વિદ્યાર્થીઓ, સંશોધકો અને સમાજને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.
આ સિદ્ધિ બદલ નોબલ યુનિવર્સિટીનાં પ્રમુખ ડૉ. નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, સંસ્થાના કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તેમજ સંસ્થાના કુલપતિ ડૉ. એચ.એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે તેમ સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
