News of Tuesday, 1st September 2026
જેતપુરમાં સીટી કાઉન્સિલ દ્વારા આયોજીત ૬ દિવસીય ભવ્ય ભાતીગળ જન્માષ્ટમી લોકમેળાનો જયેશ રાદડિયાના હસ્તે કાલથી પ્રારંભ
અવનવી રાઈડ, મ્યુઝિકલ તેમજ કળષ્ણ જન્મોત્સવના કાર્યક્રમો યોજાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧: સમાજસેવાના કાર્યો માટે અગ્રેસર શહેરની સામાજિક સંસ્થા સિટી કાઉન્સિલ દ્વારા મનોરંજન પ્રિય જાહેર જનતા માટે પરંપરાગત ૬ દિવસીય ભવ્ય ભાતીગળ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન આવતી કાલ તા. ૨-૯-૨૬ બુધવાર થી ૭-૯-૨૬ સોમવાર દરમિયાન બસ સ્ટેન્ડ સામે આવેલા જીમખાના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. આ લોકમેળાનું ઉદ્ધાટન કાલે તા. ૨ બુધવારે સાંજે ૭ કલાકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે થશે. આ ઉદ્ધાટન સમારોહમાં સંતો-મહંતોના આશીર્વચન પ્રાપ્ત થશે તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ મેળામાં નાના - મોટા સૌ કોઈ આનંદ માણી શકે તે માટે સી સી ટીવી કેમેરા લગાવેલ છે.
દરરોજ રાત્રિના ૯ કલાકે મ્યુઝિકલ કાર્યક્રમો યોજાશે જેમાં ઙ્કથમ દિવસે કરાઓકે શો, તા. ૦૩ ગુરુવારે મ્યુઝિક વર્લ્ડ ઓરકેસ્ટ્રા, ખાસ તા. ૪ શુક્રવાર ની રાત્રે સાહિત્યકાર શિવરાજભાઈ વાળા તથા શ્રી નંદ ગૌશાળાના સહયોગથી ભગવાન શ્રીકળષ્ણ ના જન્મોત્સવ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
તા.૫ શનિવારે બિટ્સ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા, તા. ૬ રવિવારે સ્ટાર મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા તથા તા. ૭ સોમવારના રોજ નૈત્રી ઇવેન્ટ્સ (અનિલ લાખાણી, જાગળતિ લાખાણી ગ્રુપ) દ્વારા કાર્યક્રમો રજૂ થશે. દરરોજ સાંજે ૬ કલાકે સુપ્રસિદ્ધ કલાકાર અનિલ લાખાણી દ્વારા પ્રશ્ન મંચ યોજાશે. લોકમેળામાં સૌકોઈને ઘેલું લાગવા વર્ષોના અનુભવી મહેશભાઈ ડોબરીયા દ્વારા વિવિધ પ્રકારની આધુનિક રાઈડ્સ, ચકરડી, મોતનો કુવો, ખાસ કરી સર્વ પ્રથમ વખત જલપરી, મિક્સર રાઇડ લગાવી દેવામાં આવી છે.
બાળકો માટેના રમકડાં તેમજ આઈસ્ક્રીમના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. લોકમેળાને સફળ બનાવવાં સીટી કાઉન્સિલ ના અગ્રણી માર્ગદર્શક જયંતીભાઇ રામોલીયા, વી.ડી.પટેલ, પ્રવિણભાઇ નંદાણીયા, અરવિંદભાઇ વોરા નાં માર્ગદર્શન હેઠળ પ્રમુખ મનીષભાઈ પંડ્યા, સેક્રેટરી વિનોદભાઈ કપુપરા, પ્રો. ચેરમેન યોગેશભાઈ શીંગાળા, અમિતભાઇ ટાંક, દિનેશભાઇ જોષી વિવિધ કમિટીના હોદ્દેદારો તથા યુથ વિંગના તમામ સભ્યો જેહમત ઉઠાવી રહ્યા છે. જેતપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય લોકમેળામાં પરિવાર સહિત પધારી આનંદ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
