<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ટંકારાના હરબટીયાળી પાસે બોલેરો-રિક્ષા વચ્‍ચે ટક્કરઃ એકને ઇજા

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧: રાજકોટ મોરબી રોડ પર ટંકારા તાલુકાના હરબટીયાળી નજીક ગવર્મેન્‍ટ ઓફ ગુજરાત લખેલ બોલેરો ગાડી અને રિક્ષા વચ્‍ચે જોરદાર ટક્કર થઇ હતી. રિક્ષામાં રહેલ બાબુભાઈ મોમભાઈ ૫૭ રહે વિરવાવ તા ટંકારા વાળાને ઈજા પહોચતા ૧૦૮ ઈએમટી મુસકિમ અને પાઈલોટ ભિમભાઈ દ્વારા  સારવાર અર્થે ટંકારાની સિવિલ હોસ્‍પિટલ અને ત્‍યા થી વધુ સારવાર અર્થે ચિખલિયા હોસ્‍પિટલ ટંકારા ખાતે ખસેડાયા છે.

(12:01 PM IST)