તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
‘પૂ.ભાઈશ્રી'ના જન્મોત્સવે પોરબંદર સાંદીપનિમાં રામ-ભરતનો દુર્લભ સંયોગ...

રાજકોટ, તા.૧: ભાગવત કથાના પર્યાય સુવિખ્યાત કથાકાર ‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાનો ૭૦મો જન્મદિવસ સોમવારે ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ પાવન અવસરે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે એક સુંદર અને દુર્લભ સંયોગ સર્જાયો હતો. રામભક્તિના પ્રતીક સમા બે સેવાભાવી અગ્રણીઓ - રામ અને ભરત - એકસાથે પૂ. ભાઈશ્રીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મૂળ પોરબંદરના વતની રાજ્યસભાના પૂર્વ સાંસદ અને મારુતિ કુરિયરના સ્થાપક રામભાઈ મોકરીયા તથા પોરબંદર લોકસભા બેઠકના ત્રણ વખતના પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરાએ ‘પૂ.ભાઈશ્રી'ના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બંને મહાનુભાવો સાંદીપનિ વિદ્યાનિકેતન પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા છે. રામભાઈ મોકરીયા રાજકોટ સાંદીપનિના ટ્રસ્ટી તરીકે અને ભરતભાઈ ઓડેદરા પોરબંદર સાંદીપનિના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભરતભાઈ ઓડેદરાના પિતાશ્રી સ્વ. માલદેજીભાઈ ઓડેદરા ૧૯૬૧માં ગુજરાત રાજ્યના નાણામંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે. રામભાઈ મોકરીયા(રામ) અને ભરતભાઈ ઓડેદરા(ભરત) બંને ‘પૂ.ભાઈશ્રી'ના અનન્ય સેવક તરીકે પણ જાણીતા છે
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
