તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ગોંડલમાં મારામારીમાં છુટા પડાવવા ગયેલા પોલીસમેનનો ફોન તોડી નાખ્યોઃ ફરજમાં રૂકાવટ
જનરક્ષક એપમાં ઇવેન્ટને લઇ હેડ કોન્સ્ટેબલ સાથે પોલીસમેન ગયા હતાઃ વિડીયો ઉતારતી વખતે ઘટનાઃ ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ તા. ૧ :.. ગોંડલમાં માંધાતા સર્કલથી આગળ મોવીયા ચોકડી તરફ જતા રોડ પર પાનની દુકાન પાસે મારામારીની ઘટના સમયે પહોંચેલી પોલીસે મારામારી કરનારને છુટા પાડતાં અજાણ્યા શખ્સે જનરક્ષક પોલીસ વેનનાં કોન્સ્ટેબલ રવિભાઇ મુળજીભાઇ લાંબરીયાના હાથમાં રહેલો ફોન ઝૂંટવી તોડી નાખી ફરજમાં રૂકાવટ કર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ચાવડાએ અજાણ્યા આરોપી સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગઇ તા. ૩૦ નાં તે ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકની ૧૧ર જનરક્ષક પોલીસ વેનમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા. રાતના સવા દશેક વાગે જનરક્ષક એપમાં સાંઢીયા પુલ પાસે આવેલા અવસર રેસીડેન્સીમાં ઇવેન્ટ પડતા તે પોલીસવેનના ડ્રાઇવર રવિભાઇ લાંબરીયા સાથે બી ડીવીઝનથી સાંઢીયા પુલ જવા રવાના થયા હતા. તે માંધાતા સર્કલથી આગળ મોવીયા ચોકડી તરફ જતા રોડ પર પાનની દુકાન પાસે પહોંચતાં રસ્તામાં લોકોનું ટોળુ એકઠુ થયેલુ જોવા મળ્યુ હતું. જયાં સાત-આઠ શખ્સો મારામારી કરતા જોવા મળ્યા હતાં. જેથી તેમણે પોલીસમેન ઉભી રાખી બેનેને નીચે ઉતરી મારામારી કરતા શખ્સોને છૂટ્ટા પાડયા હતાં.
આ મારામારી કરનાર શખ્સોમાંથી એક પોલીસ તંત્રમાં નોકરી કરતાં મહેન્દ્રભાઇ ખીમસુરીયા હતા પરંતુ મારામારી કરનારા છુટ્ટા પડતા ન હોવાથી અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હોવાથી તેણે પોતાના ફોનમાંથી બી ડીવીઝન પોલીસ મથકમાં મદદ માટે અને મારામારી બાબતે જાણ કરવા લાગ્યા હતા. જયારે ડ્રાઇવર રવિભાઇ સ્થળ પર મોડુ પહોંચવા બાબતે એપ માટે તેના ફોનમાં વિડીયો શુટીંગ કરવા લાગ્યા હતાં.
થોડી વાર બાદ રવિભાઇએ તેની પાસે આવી જણાવ્યુ હતું કે, તે સરકારી ફોનમાં વિડીયો ઉતારતાં હતા ત્યારે મારામારી કરનાર શખ્સોમાંથી એક શખ્સે તેનો ફોન લઇ ‘તું અમારો વિડીયો કેમ ઉતારે છે' કહી ફોન જમીન પર પછાડી તોડી નાખ્યો છે. તેમ વાત કરી હતી. આ સમયે ગોંડલ સીટી પોલીસ મથકનો સ્ટાફ ત્યાં આવી જતા મારામારી કરનાર શખ્સો ત્યાંથી ભાગી ગયા હતાં.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
