<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

વિસાવદરના ચાંપરડામાં બીજા માળેથી ખાબકતા યુવાનનું મોત

ભૂલથી ઝેરી દવા પી લેતા ધારી ગુંદાળીના મહિલાનું મૃત્‍યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧: વિસાવદરના ચાપરડામાં બીજા માળેથી ખાબકતા યુવાનનું અને ભૂલથી ઝેરી દવા પી લેતા ધારી ગુંદાળીના મહિલાનું મળત્‍યુ થતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.વિસાવદર તાલુકાના ચાપરડા ગામે આશ્રમમાં જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામના રાહુલભાઈ વિનોદભાઈ પરમાર ઉ.વ ૩૭ બાંધકામના કામ દરમ્‍યાન બીજા માળેથી નીચે પડતા માથાના ભાગે ગંભીર  ઈજા થતા તેને તાત્‍કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મળત્‍યુ થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

બનાવ અંગે વિસાવદર પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ ભેંસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામના રૂકસાનાબેન વા/ઓ દાદુભાઇ ગુલાબભાઈ પઠાણ સિપાઇ ઉ.વ. ૪૫ સોડાની બોટલમાં ખડ (ઘાસ) બાળવાની દવા ભરેલ હતી તે દવા ભૂલથી પી જતા તેમને તાત્‍કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું.(૨

(11:07 AM IST)