તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
દ્વારકાધીશ રાજાધિરાજના પરપ૩માં જન્મોત્સવ મનાવવા તડામાર તૈયારીઓ : ભાવિકોમાં થનગનાટ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧: યાત્રાધામ દ્વારકામાં આગામી તા.૦૪ ઓગષ્ટ ને શુક્રવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પરપ૩માં જન્મોત્સવને મનાવવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહયો છે.
દ્વારકાધીશ જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું
જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવી રહયું છે. અને દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રીલાયન્સના સહયોગથી મુંબઈના જેમીની ગળપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે. (તસ્વીરઃ સામાણી-દ્વારકા)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
