તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ- ૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ.
વિવિધ રમતોની સ્પર્ધાઓ માટે અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઈજ, અબવ-૪૦ વર્ષ અને અબવ-૬૦ વર્ષ એમ કુલ ૭ વયજૂથ નક્કી કરાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ખેલ મહાકુંભ-૨૦૨૬માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં શાળા મારફતેરજીસ્ટ્રેશન કરાવી સ્પર્ધાઓમાં ભાગ લે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાઓ પ્રથમ શાળાકક્ષાએ, ત્યારબાદ તાલુકા/ઝોનકક્ષાએ, મોરબી મહાનગરપાલિકા/જિલ્લાકક્ષાએ અને ત્યારબાદ ઝોનથીરાજ્યકક્ષા સુધી યોજાશે. આ વર્ષે ખેલ મહાકુંભમાં કુલ ૩૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ રમતોની સ્પર્ધાઓ માટે અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઈજ, અબવ-૪૦ વર્ષ અને અબવ-૬૦ વર્ષ એમ કુલ ૭ વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે.
ખેલ મહાકુંભ-૨૦૨૬ માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જે તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. ખેલાડીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન www.khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ મારફતે કરી શકાશે. રજીસ્ટ્રેશન વિના કોઈપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.
ખેલ મહાકુંભ-૨૦૨૬માં મોરબી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ જોડાઈ પોતાની રમતગમત પ્રતિભા પ્રદર્શિત કરે અને આ મહાકુંભને સફળ બનાવે તે માટે જિલ્લા રમતગમત અધિકારી, મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 18002746151 પર સંપર્ક કરી શકાશે
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
