News of Monday, 31st August 2026
ઘરફોડ અને બાઇક ચોરીના ગુન્હામાં ૪ આરોપીને ઝડપી લેતી કેશોદ પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩૧: ફરીયાદી છગનભાઈ અરજણભાઈ ગોઠાવડીયા જાતે-કોળી ઉ.વ.૬૨ રહે.-કેશોદ, યોગેશ્વરધામ તા કેશોદ વાળા તા.૨૬/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રીના પોતાની માલીકીની બંધ કરી ઘરે જતા રહેલ અને બીજા દિવસે તા.-૨૭/૦૮/૨૦૨૬ ના રોજ સવારના પોતાની દુકાને આવતાં પોતાની દુકાનમાં કોઈ અજાણ્યા ઇસમોએ તાડા તોડી રાત્રીના સમયે દુકાનમા ગેર કાયદેસર પ્રવેશ કરી ફરી એ દુકાનના ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપીયા આશરે ૧૨,૦૦૦/- તથા ફરી.ના પાડોશી સાહેદ નં.૧ કમલેશભાઈ સોલંકીની મો.સા રજી.નં. જીજે-૧૧-એનએન-૫૦૫૦ વાળી જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- તથા બીજા પાડોશી સાહેદ નં.ર અરવીંદભાઇ ચૌહાણના દિકરા અજયની મો.સા રજી.નં.-જીજે-૧૧-એઆર-૧૪૫૦ વાળી જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૫૭,૦૦૦/- ની ચોરી કરી હતી.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ ઇન્યાજ નાથબ પોલીસ અધીક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ દ્વારા સદરહુ ચોરીના વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવા તેમજ ચોરીની પ્રવળતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે કેશોદ પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.ડી.ચોધરી તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોરી ડીટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામા આવેલ હોય જે દરમ્યાન પો.ઇન્સ. એમ.ડી.ચૌધરી સા. તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા સા. તથા પો.કોન્સ. દિપકભાઈ બડવા. સંજયભાઈ મુછડીયા, હાર્દિકભાઈ સીસોદીયાનાઓને સંયુક્તમા ખાનગી બાતમી તેમજ નેત્રમ શાખા જુનાગઢની મદદથી તેમજ ટેક્રીકલ સોર્સે આધારે હકીકત મળેલ કે સદરહુ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ હાલ જુનાગઢ ભવનાથ ખાતે મુદામાલ સાથે હાજર છે અને ત્યાંથી બહારગામ નિકળી જવાની તૈયારીમાં હોવાની હકીકત મળતા તાત્કાલીક પો.કોન્સ. દિપકભાઇ બડવા, સંજયભાઈ મુછડીયા, હાર્દિકભાઈ સીસોદીયા, ભૂમીતભાઈ વિભાણી, વિમલભાઈ ડોબરીયાનાઓની ટીમ બનાવી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત ઇસમોને મો.સા.નંગ-૨ તથા રોકડ રકમ સાથે મળી આવતા પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હામાં સંડોવાયેલ હોવા અંગેની હકિકત જણાવેલ હોય જેથી ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આરોપીઓ પાસેથી ઉપરોક્ત ગુન્હામાત ગયેલ ૧૦૦ ટકા મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
પોલીસે થાવરીયા બહાદુરસિંગ બગેલ જાતે આદીવાસી ઉ.વ ૩૧ ધંધો મજુરીકામ રહે.કદવલબળી તાલુકો જોબટ જીલ્લો અલ્લીરાજપુર રાજય મધ્યપ્રદેશ, રજન બાવલીયા મિનાવા જાતે આદીવાસી ઉ.વ ૨૩ ધંધો મજુરીકામ રહે.ગુરાડીયા તાલુકો ટાઢા જીલ્લો ધાર રાજય મધ્યપ્રદેશ, મોહન ભિતીયા અલાવા જાતે આદીવાસી ઉ.વ ૩૦ ધંધો મજુરીકામ રહે.ગોરડીયા તાલુકો તાના જીલ્લો ધાર રાજય મધ્યપ્રદેશ, મુકેશ મૈગુસિંગ સંકડીયાભાઈ બગહેલ જાતે આદીવાસી ઉ.વ ૨૩ ધંધો મજુરીકામ રહે.કદવાલ બડી રતવન ફળીયા તાલુકો જોબટ જીલ્લો અલીરાપુર રાજય મધ્યપ્રદેશ ની ૬ર હજારના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
આ કામગીરી પો.ઇન્સ. એમ.ડી.યોંધરી તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા તથા એ.એસ.આઈ. પી.જી.કોડીયાતર તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, સંજયભાઈ મુછડીયા, હાર્દિકભાઈ સીસોદીયા, સુરેશભાઇ ભંભાણા, ભરતસિંહ સીસોદીયા, ભુમીતભાઇ વિભાણી, વિમલભાઈ ડોબરીયા, દિલાવરસિંહ મોરી, દિલીપભાઈ પરમાર, ખીમલાઇ કોડીયાતર, દોલુભા જુજીયા તથા નેત્રમ શાખાના પો.સબ ઇન્સ. એચ.પી.મકવાણા સા. તથા પો.કોન્સ. અંજનાબેન યૌહાણ, નરેન્દ્રભાઈ દયાતર તથા ખુશબુબેન દયાતર તથા ટેકનીકલ પર્સન રીયાજભાઈ અંસારી સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
