તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
ટંકારામાં મકાનમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ શખ્સો પકડાયા
હડમતીયા ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાને એક શખ્સ છનન

ટંકારામાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૩૧: ટંકારા-લતીપર રોડ પર ઇન્દ્રપ્રસ્થ-૦૧ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં ટંકારા પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૯૨,૫૦૦, મોબાઇલ ફોન-૬ સહિત કુલ રૂ.૧,૫૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં નીરજભાઈ ઙ્કવીણભાઈ કુકડીયા, નવઘણભાઈ હીરાભાઈ ઝાપડા, આશિષભાઈ રમેશભાઈ રાઠોડ, સાગરભાઈ જયંતીભાઈ રૂપાલા, કેવલભાઈ નરશીભાઈ કલોલા અને પ્રવીણભાઈ પરસોતમભાઈ કાવરનો સમાવેશ થાય છે.ટંકારા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ ટંકારા પોલીસે ટંકારા તાલુકાના હડમતિયા ગામની સીમમાં ઘૂનડા જવાના રસ્તે ૮૦ ના ગેટથી આગળ ખેતરના શેઢા પાસરેઇડ કરી જુગાર રમતા પાડ્યા છે. ૧. જેરાજભાઈ ઉર્ફે જેરામભાઈ મોહનભાઈ ખાખરિયા ૨. સાગરભાઈ કાનજીભાઈ ખાખરિયા તથા ૩. કાનજીભાઈ પ્રેમજીભાઈ ખાખરિયાને ઝડપી લીધા હતા જયારે ૧. પ્રવિણભાઈ ઉર્ફે ગુડો ગગજીભાઈ વાઘેલા નાસી છુટયો હતો.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૨૩૨૦૦, રૂપિયા ૫૦૦૦ ની કિંમતનો ૧ મોબાઈલ ફોન અને જુગારના ૫૨ પાના મળીને કુલ રૂપિયા ૨૮૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
