<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ધોરાજીના વેગડી પાસે ભાદર નદીમાંથી પ્રૌઢનો મૃતદેહ મળ્‍યો

ધોરાજી, તા.૩૧: ધોરાજીના વેગડી નજીક ભાદર નદીમાંથી આજે એક પ્રૌઢનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ શાંતિલાલ ઠેસીયા (ઉંમર ૫૨ વર્ષ) તરીકે થઈ છે. નદીમાં કૂદી પડ્‍યા હોવાનું અને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્‍યું નથી.

ઘટનાની જાણ થતાં ધોરાજી નગરપાલિકાના તરવૈયાઓ તેમજ મામલતદાર કચેરીનો સ્‍ટાફ  પહોંચ્‍યો હતો.  ભારે જહેમત બાદ પ્રૌઢનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ ધોરાજી પોલીસની ટીમ પણ સરકારી હોસ્‍પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા મૃતકના મોત અંગેની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે તેમજ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રૌઢે કયા કારણોસર નદીમાં ઝંપલાવ્‍યું તે અંગે પોલીસ તપાસ બાદ વધુ હકીકત સામે આવશે.

(11:30 AM IST)