News of Monday, 31st August 2026
સામખીયાળી હાઇવેની હોટલમાં રેડઃ પોણા બે લાખના એમડી ડ્રગ્સ અને પોષડોડા સાથે ત્રણ રાજસ્થાની ઝડપાયા
૪૩ ગ્રામ MD પાઉડર અને ૩.૧૧૧ કિલો પોષડેડાના પાઉડર સાથે રૂ.૨.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, હાઇવે હોટલો ઉપર થતાં નશાના વેંચાણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૧: કચ્છ જિલ્લાના સામખીયાળી હાઇવે પર આવેલી એક હોટલમાં પોલીસે સર
ાઇઝ રેડ કરી ગેરકાયદેસર માદક પદાર્થોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન MD ડ્રગ્સ તથા પોષડોડા પાઉડરના જથ્થા સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન હોટલની તલાશી લેતા ૧૮ ગ્રામ બ્રાઉન MD ડ્રગ્સ, ૨૫ ગ્રામ સફેદ MD ડ્રગ્સ તેમજ ૩.૧૧૧ કિલોગ્રામ પોષડોડા પાઉડર મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે રોકડ રકમ, દસ્તાવેજી પુરાવા અને ૬ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના ઝાલોર અને બાડમેર જિલ્લાના વતની એવા રાજેશ બિ‘ોઇ, રઘુ નાથારામ બિશ્નોઇ અને જગદીશ બિ‘ોઇની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. સામખીયાળી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા માદક પદાર્થો કયાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
સામખીયાળી સહિત કચ્છના હાઇવે વિસ્તારોમાં આવેલી હોટલો અને આસપાસના ગામોમાં નશાના વધતા જતા દૂષણને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગામલોકોનું કહેવું છે કે માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને નશાની લત તરફ ધકેલાતા યુવાવર્ગને બચાવવા તંત્ર વધુ અસરકારક પગલાં ભરે. લોકોની માંગ છે કે હાઇવે પરની હોટલો તેમજ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવે, જેથી નશાના કાળા કારોબારને કાબૂમાં લઈ યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરી શકાય.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
