News of Monday, 31st August 2026
કોટેશ્વર મહાદેવ મંદિરે અનાજ-કઠોળના શ્રૃંગાર-દર્શન
શિવસમાન કોઇ દાતા નહિ, વિપતતારણ હાર... ધુન-ભજન, દિપમાળા, ઓમકાર મહાઆરતી સહિતના કાર્યક્રમો

રાજકોટઃકોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતિક સમા કોટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના આજે સોમવારે સવારથી ભાવિકો દ્વારા પુજન-અર્ચન, રૂદ્રાભિષેકના ધર્મમય કાર્યક્રમો યોજાયા હતા, સાંજે કોટેશ્વર મહિલા મંડળ દ્વારા ધુન-ભજન યોજાશે.
વિવિધ અનાજ-કઠોળને નયનરમ્ય શ્રંગાર-દર્શન યોજાશે. સાજે દિવ્ય ૧૦૮ દિપદાનની દિપમાળા યોજાશે, સાંજે ૭:૩૦ કલાકે ઓમકાર મહાઆરતી બેન્ડના સુરાવલી સાથે યોજાશે શ્રંૃગાર-દર્શન કોટેશ્વર મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે. ધર્મપ્રેમી ભાવિકોને દર્શન અને મહાઆરતીનો લાભ લેવા કોટેશ્વર પરિવાર તથા મંદિરના પુજારી નિખીલગીરીબાપુ ગોસાઇએ અનુરોધ કર્યો છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
