તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસે વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી સેવાદિવસ તરીકે ઉજવવામાં આવશે.
પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે વિધિવિધાન સાથે વર્ધાપન પૂજન તેમજ હરિમંદિરના શિવાલયમાં રુદ્રાભિષેક અને મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરાશે

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રનાલોકહિતચિંતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રીશ્રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ ઉપક્રમમાં આ વર્ષે તા.૩૧-૦૮-૨૬, સોમવારના રોજ પોરબંદર, ગુજરાત, તથા દેશના અનેક શહેરોમાં અને વિશ્વના કેટલાય દેશોમાં અનેક આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય પ્રકલ્પો દ્વારા પૂજ્ય ભાઇશ્રીનો ૭૦મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે.
શ્રીહરિ મંદિરમાં વર્ધાપન પૂજાવિધિ
આ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં સવારે પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે વિધિવિધાન સાથે વર્ધાપન પૂજન કરવામાં આવશે તેમજ હરિમંદિરના શિવાલયમાં રુદ્રાભિષેક અને મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે.
ધર્મસભા
શ્રી હરિમંદિરના સભાગૃહમાં સનાતન ધર્મ, સેવા, સંસ્કાર અને આધ્યાત્મિક જીવનના મહત્ત્વ પર સાંદીપનિના ઋષિ દ્વારા સત્સંગ-પ્રવચન સંપન્ન થશે.
સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ
બ્લડ ડોનેશન કેમ્પ
આ સાથે સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં સાંદીપનિના ઋષિકુમારો અને અધ્યાપકો અને કર્મચારીઓ દ્વારા તેમજ પોરબંદર શહેરથી કોઈએ સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે આવવું હોય તો આ અવસરે રક્તદાન કરી શકે છે.
વૃક્ષારોપણ
વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન માટે પૂજ્ય ભાઈશ્રીનો પહેલેથી જ પ્રેરણા આપતા રહ્યા છે. આથી પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે સેવાદિવસના અવસરે મહાનુભાવોના હસ્તે સાંદીપનિ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે
ગૌ સેવા
સેવા દિવસે સાંદીપનિ ગૌશાળામાં ગૌ માતાની પૂજા, વિશેષ ગૌ સેવા, તુલાદાન વગેરે સેવાઓ કરવામાં આવશે.
મિષ્ટાન્ન ભોજન સેવા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં તેમજ શ્રીહરિમંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે તથા સેવા દિવસ નિમિત્તે આવેલા મહેમાનો માટે સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપીને અન્નદાનની સેવા આપવામાં આવશે.
સ્વચ્છતા અભિયાન
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્ય દિવસ સેવાદિવસ નિમિત્તે પ્રતિવર્ષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એમ આ વર્ષે પણ સ્વચ્છતા અભિયાન યોજાશે. આ વર્ષે શ્રીહરિમંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને સ્વચ્છ, સુંદર અને પવિત્ર વાતાવરણ બનાવવાનો સંકલ્પ કરવામાં આવશે.
આ તમામ સેવાકીય કાર્યક્રમોમાં સહભાગી બનવા માટે સૌ ભાવિકોને સાંદીપનિ સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
