તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
દુષ્કાળ મુદ્દે ‘આપ' અને કોંગ્રેસ ખંભાળીયામાં રાજય સરકારને ભીડવશે
ઇસુદાન ગઢવીની આગેવાનીમાં ધરણાના મંડાણ : કોંગ્રેસના જીલ્લા પ્રમુખ પાલભાઇ આંબલીયા દ્વારા સાની ડેમમાં ‘દુષ્કાળગ્રસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટ'

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૯: સમગ્ર ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ દ્વારા રાજય સરકારને ભીડવવા તથા સામાન્ય જન ખેડુતોમાં લોકપ્રિય થવાનો તખ્તો દેવભુમી દ્વારકાના ખંભાળીયામાં ગોઠવાયો છે.
દ્વારકા જીલ્લા તથા ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવા તથા ઘાસચારો વિનામુલ્યે આપવા ડેમોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવા તથા ખેડુતોના વીજબીલો માફ કરવા આપ પાર્ટીના રાજય પ્રમુખ ઇશુદાન ગઢવીની આગેવાનીમાં સલાયા રોડ પર સરકારી કોલેજ પાસેના મેદાનથી અચોક્કસ મુદતના ધરણા શરૂ કરાયા છે. તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલભાઇ આંબલીયા કે જેઓ વિશિષ્ટ રીતે આંદોલનો કરવા માટે જાણીતા છે તેઅનો આપ પાર્ટી પહેલા જ સરકારને ભીડવવા ખેડુતો સાથે લડત કરી ચુકયા છે.
સરકારને અપાયેલ મુદત કોંગ્રેસની આઠ દિવસની ગઇકાલે જ પુરી થતા હવે કોંગ્રેસ આંદોલનનો બુંગીયો ફુંકશે તો ૩૦-૮ થી સુકાભઠ્ઠ સાની ડેમમાં દુષ્કાળગ્રસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટનો નવો વિરોધ પ્રયોગ કોંગ્રેસ કરી રહી છે. ત્યારે બે મુખ્ય પાર્ટી ખંભાળીયા દ્વારકા વિસ્તારમાંથી સરકાર સામે પડી છે.
નવાઇની વાત છે કે સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા સરકારની ગાઇડ લાઇન મુજબ દુષ્કાળ તો જાહેર કરવાનો જ છે. પણ હવે આપ અને કોંગ્રેસના આંદોલનો પછી થશે જે પહેલા જાહેર કરી નિયમોનું પાલન થયાનું પ્રજાનું હિત રાખ્યાનું ભાજપ કહી શકત કેમ કે કેન્દ્રની ગાઇડ લાઇન મુજબ રપ ટકાથી ઓછો વરસાદ પડે ત્યાં દુષ્કાળગ્રસ્ત કહેવાય અહીં તો છેલ્લા ૧૦ વર્ષમાં ૩૧ ઇંચ સરેરાશ વરસાદ છે તેના રપ ટકા ગળશે તો સરેરાશ વરસાદ પોણા આઠ ઇંચ ઓછો પડે તો દુષ્કાળ ગણાય પણ અહીં તો માત્ર સવા બે ઇંચ ટોટલ મોસમનો વરસાદ જૂન - જૂલાઇ - ઓગષ્ટનો પડયો છે.
જે સરકારની યોજના મુજબ તીવ્ર દુષ્કાળ ગણાય પણ રાજય સરકારના નેતાઓએ કંઇ કર્યુ નહીં હવે જે કરશે ફરજિયાત કરવું પડશે તેનો જશ વિપક્ષ આપ - કોંગ્રેસ લઇ જઇ જશે...!!
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
