<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ખંભાળીયામાં રક્ષાબંધનના દિવસે જ બહેનનું મોતઃ આખલો આડે આવતા અકસ્‍માત

શ્રી હરિ પરેશભાઇ પંચમતિયાના મૃત્‍યુથી અરેરાટીઃ એકની એક બહેન ગુમાવી

(કોૈશલ  સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૯: ખંભાળિયામાં ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ સાથે ઉજવણીમાં ગયેલી બહેનનું મળત્‍યુ થતા ભરે શોકની લાગણી  ફેલાઇ છે.  ખંભાળિયા ના લોહાણા પરેશભાઈ પંચમતિયાં ની પુત્રી શ્રી હરિ  (ઉમર ૧૯)તેમના ભાઈઓ સાથે રક્ષાબંધન ઉજવણીમાં ગઈ હતી ત્‍યારે બાઈક અકસ્‍માતમાં ગંભીર રીતે ઈજા થતાં હોસ્‍પિટલમાં દાખલ કરેલી જેમનું મળત્‍યુ થતાં પંચમતિયાં લોહાણા પરિવારમાં દુઃખની લાગણી ફેલાય છેતેમની અંતિમયાત્રા નીકળી હતી

પંચમતિયાં પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે રક્ષાબંધનની ઉજવણી કરવા તેના બે ભાઈઓ સાથે બાઈક પર  નીકળી હતી લાલપુર ચોકડી પાસે ત્‍યારે રસ્‍તામાં એક આખલો આડે આવતા બાઈક સ્‍લીપ થતાં તે પડી જતા ગંભીર ઇજામાથામાં થઈ હતી બંને ભાઈઓને અકસ્‍માતમાં કંઈ ઇજા થઈ નથી ત્‍યારે બહેનને માથામાં ગંભીર ઈજા થતા તેનું સારવારમાં મળત્‍યુ થયું હતું ભાઈના એકમાત્ર બહેનનું કરૂણ મળત્‍ય થતા અરેરાટી વ્‍યાપી છે.

(1:08 PM IST)