<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ઉનાની હરમડીયા સીમમાંથી ૬ર૧ ગ્રામ ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨૯ :  હરમડીયા સીમમાં અન્‍ય પાક સાથે ગેરકાયદે વાવેલ ગાંજાના ૬ર૧ ગ્રામ છોડ એસઓજી એ પકડી લીધા હતા.  રેન્‍જ ના ડી. આઇ. જી. પી. રાજેન્‍દ્ર સિંહ ચુડાસમા અને જીલ્લા પોલીસ વડા જયદીપ સિંહ જાડેજા ની સૂચના થી ગીર ગઢડા ના પોલીસ ઇન્‍સ્‍પેકટર કે. ડી. ચાવડા, એસ. ઓ. જી. બ્રાન્‍ચ ના ઈનચાર્જ પી આઈ. આર. આર. રાયજાદા, પી. એસ. આઇ. એસ. જે. સોલંકી, એ. એસ. આઇ. સરમણ ભાઇ ભોપા ભાઈ, પોલીસ કોન્‍સ્‍ટેબલ નદીમ શેર મહમદ વિગેરે સ્‍ટાફ ને માહિતી મળી હતી કે હરમડીયા ગામ ની સીમમાં માદક પદાર્થ ગાંજોનું વાવેતર થયું છે.

આ બાતમી આધારે હરમડીયા ગામની સીમ માં આવેલ રાજ ટીંબા સીમ વિસ્‍તારમાં આવેલ ખેડૂત ધીરુભાઈ રૂખડ ભાઈ મકવાણા ઉ. વ. ૬૭રે. હરમડીયા તા. ગીર ગઢડા વાળા એ તેમના કબ્‍જા ભોગવટા વાળા ખેતર માં અન્‍ય પાક ની આડમાં માદક પદાર્થ વનસ્‍પતિ જન્‍ય ગાંજા ( મારી જુઆન/ હશીશ) વાવેતર કરેલ હોય. રેડ પાડતા ખેતરમાં વાવેલ લીલા ગાંજોના છોડ મળી આવ્‍યા હતા જેનું વજન કરતા ૬૨૧ ગ્રામ જેની બજાર કિંમત રૂપિયા ૩૧૦૫૦/ એક મોબાઈલ ફોન રૂપિયા ૫૦૦૦/મળી કુલ રૂપિયા ૩૬૦૫૦/ના મુદામાલ સાથે પકડી ગીર ગઢડા પોલીસ સ્‍ટેશન લાવી તેમની સામે  નાર્કોટીકસ એક્‍ટ કલમ ૮(C),૨૦ (૨),(A) મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:32 AM IST)