<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

કચ્‍છ યુનિવર્સિટીના રસાયણશાસ્‍ત્ર વિભાગનું ઉદ્યોગોને અનોખું આમંત્રણ

યુનિ.ની લેબમાં આધુનિક સાધનોની સ્‍થાપના દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગલક્ષી પ્રાયોગિક તાલીમ આપવા આહવાન

 

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૮: ક્રાંતિગુરુ શ્‍યામજી કળષ્‍ણ વર્મા કચ્‍છ યુનિવર્સિટી (KSKVU)ના રસાયણશાસ્‍ત્રા વિભાગે શિક્ષણ અને ઉદ્યોગ વચ્‍ચેનો સેતુ વધુ મજબૂત બનાવવાના હેતુથી કચ્‍છના ઉદ્યોગોને સહયોગ માટે અનોખું આમંત્રણ પાઠવ્‍યું છે. ડીન, સાયન્‍સ ફેકલ્‍ટી તથા રસાયણશાષા વિભાગના અધ્‍યક્ષ ડો. વિજયકુમાર આર. રામ દ્વારા ઉદ્યોગો, સાધન ઉત્‍પાદકો, વિશ્‍લેષણાત્‍મક સેવા દાતાઓ તેમજ ફોકિયા અને જીસીસીઆઈને આ પહેલમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

યુનિ.ની નવી સમર્પિત ઙ્કયોગશાળા ઇમારતમાં ઉદ્યોગો પોતાના આધુનિક સાધનો તથા ટેકનોલોજી સ્‍થાપિત કરી શકે અને તેમના નિષ્‍ણાતો દ્વારા એમ.એસસી. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને પ્રત્‍યક્ષ તાલીમ આપી શકે તેવી પરિકલ્‍પના રજૂ કરવામાં આવી છે. HPLC, AAS, GC જેવી આધુનિક વિશ્‍લેષણાત્‍મક તકનીકો ઉપરાંત ગુણવત્તા નિયંત્રણ, સંશોધન પદ્ધતિઓ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓનો વિદ્યાર્થીઓને પ્રાયોગિક અનુભવ મળશે.

ખાસ વાત એ છે કે તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવતા પ્રયોગોના ડેટા અને પરિણામો તેમની લેબોરેટરી જર્નલમાં સત્તાવાર રીતે નોંધાશે. પરિણામે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં, પરંતુ ઉદ્યોગમાં સીધો ઉપયોગી અનુભવ અને મજબૂત ઙ્કોફેશનલ પોર્ટફોલિયો પણ મળશે.

આ પહેલથી ઉદ્યોગોને પણ તેમની જરૂરિયાત મુજબ કૌશલ્‍ય ધરાવતા એમ.એસસી. અને પીએચ.ડી. વિદ્યાર્થીઓ સાથે જોડાવાની, સંશોધન સહયોગ વિકસાવવાની અને ભાવિ પ્રતિભાની ઓળખ કરવાની તક મળશે.

કચ્‍છની સરહદ ડેરી, એગ્રોસેલ, આશાપુરા ગ્રુપ, સુમિટોમો કેમિકલ્‍સ, ગોકુલ ઓઇલ, ટાટા પાવર, અદાણી વિલમાર, રુસાન ફાર્મા, ટ્રાન્‍સવર્લ્‍ડ ફર્ટિકેમ, સાંઘી સિમેન્‍ટ, બીકેટી સહિતની કંપનીઓ આ પ્રકારના સહયોગમાં જોડાય તો કચ્‍છમાં ઉદ્યોગલક્ષી રસાયણશાષા શિક્ષણ માટે નવી દિશા ઊભી થઈ શકે છે.

(11:40 AM IST)