<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ગોરખીના છકડા ચાલક ને છેતરી ભાવનગર લઈ જઇ હાથમાં પહેરેલ દોઢ લાખ સરલીયુ લઈ ઈસમ ફરાર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૮: તળાજાના ગોરખીગામે રહેતા અને છકડો ચલાવી ને ગુજરાન ચલાવતા ગમારા રામદેવ હમીરભાઈ એ પોતાની સાથે બનેલ છેતરપિંડી ની ઘટના અંગે જણાવ્‍યું હતુ કે ગઈકાલે બપોરે ૧૧.૩૦ ના સુમારે તળાજા ના તિલક ચોક ખાતે હતા તે સમયે એક અજાણ્‍યા ઇસમે ભાવનગર ઝેરોક્ષ મશીનલેવા જવુંછે કહી ને રૂ.૧૧૦૦ મા છકડો ભાડે બંધાવ્‍યો હતો. ત્‍યાથીજ ભાડે છકડો બંધવનાર ઈસમ છકડા મા બેસીગયો હતો. રસ્‍તામાં ટોલનાકા પાસે નાસ્‍તો કર્યાબાદ ભાવનગર ખરગેટ પાસે બપોરે ૧ વાગ્‍યા આસપાસ પહોંચ્‍યા હતા.જ્‍યાં ઈસમ એ હાથમાં પહેરેલ ચાંદીનું સરલીયા નો ફોટો પાડવોછે કહી કઢાવી ને હમણાં આવું,મશીન લેતો આવું કહી રફુચક્કર થઈગયો હતો.

 યુવકે જણાવ્‍યું હતુ કે ૬ મહિના પહેલા તળાજા સોનીને ત્‍યાંથી ૫૦૦ ગ્રામ વજનનું રૂપિયા દોઢ લાખની કિંમતનું કરાવેલ હતું.

ભરવાડ સમાજ તળાજાના પ્રમુખ ગગણભાઈ એ જણાવ્‍યું હતુ કે બનાવની જાણ થતાં સમાજના યુવાનો દ્વારા તળાજા પોલીસને રાવ કરવાની સાથે સાથે રસ્‍તામાં આવતા સીસીટીવી કેમેરા તપાસતા ચીટર ઈસમ નો ક્‍લિયર ચહેરો દેખાય તેવા વિડિઓ ફોટા મળી આવ્‍યા છે. જે પોલીસને આપવામાં આવ્‍યા છે. આ પ્રકારનો બનાવ તળાજા મા બનવા પામતા ચકચાર મચીગઈ છે

 

(11:04 AM IST)