તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Friday, 28th August 2026
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ.ભાઇશ્રી' રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રાવણી ઉપાકર્મ નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ : ૨૪થી વધુ ઋષિકુમારોના યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૮: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષાનુસાર ‘‘પૂજ્ય ભાઇશ્ર'' રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં તેમજ પોરબંદર શહેરથી આવેલા બ્રાહ્મ ણો, સાંદીપનિના ગુરુજનો અને ઋષિકુમારોની ઉપસ્થિતિમાં શ્રાવણી ઉપાકર્મ નૂતન યજ્ઞોપવિતધારણવિધિ સંપન્ન કરવામાં આવી હતી. સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલના સંસ્કૃત છાત્રાલયમાં સવારે ૯:૩૦ વાગ્યેથી પૂજ્ય ભાઇશ્રીની પાવન ઉપસ્થિતિમાં વૈદિક રિચ્યુલ ટીમ દ્વારા વેદોક્ત શાષાોકત વિધિવિધાન સાથે હેમાદ્રિ સંકલ્પ પૂર્વક દશવિધિતાાનની વિધિ સંપન્ન કરવામાં આવી. દશવિધિતાાન બાદ સંસ્કૃત પાઠશાળાના નૂતન છાત્રાવાસમાં મધ્યાホ સંધ્યાપૂર્વક દેવ-ઋષિ-મનુષ્ય તર્પણવિધિ, સ્થાપિત દેવતાઓનું પૂજન સાથે નૂતન યજ્ઞોપવિતનું પૂજન કરીને ગાયત્રીમંત્રના જપ કરીને નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ કરવામાં આવી તેમજ ગાયત્રીમંત્રનો હોમ કરીને આરતી સાથે વિધિની પૂર્ણાહુતિ કરવામાં આવી. શ્રાવણી ઉપાકર્મની વિધિમાં વિશેષરૂપે સાંદીપનિ સંસ્કૃત પાઠશાળામાં આ વર્ષમાં સંસ્કૃત અભ્યાસ માટે આવેલા નૂતન છાત્રોમાંથી ૨૪ જેટલા ઋષિકુમારોના શાષાોકત વિધિથી યજ્ઞોપવિતવિધિ સંસ્કાર કરવામાં આવ્યા. આ ઋષિકુમારોને પૂજ્ય ભાઇશ્રી દ્વારા મંત્રદીક્ષા આપવામાં આવી અને ઉપદેશ તથા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ અવસરે પોરબંદર શહેરથી સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો પણ શ્રાવણી ઉપાકર્મની વિધિમાં જોડાયા હતા અને સૌ ભૂદેવોની ભોજનપ્રસાદની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
