News of Friday, 28th August 2026
સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં “સ્પેશ્યલ કોમ્બીગ ડ્રાઇવ ” કરતી જામનગર જીલ્લા પોલીસ
પ્રોહિબિશન,મિલ્કત સબંધી,જુગાર સહિતના કેસ કરાયા : ફૂટ પેટ્રોલીંગ કરી સ્થાનીક રહેવાસીઓની રૂબરૂ મુલાકાત લઇ અસામાજીક તત્વોને કડક સંદેશ

જામનગર :નાયબ પોલીસ માહાનિર્દેશક રાજકાટ વિભાગ રાજકોટ નિલાપ્ત રાય (IPS) નાઆ તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની (IPS) નાઓએજામગર જીલ્લાના પ્રોહી બુટલેગર્સ, જુગારીઓ શરીર સંબંધી તથા મિલ્કત સંબધી ગુન્હાઓના આરોપીઓ ચેક કરવા સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના ના માર્ગદર્શન હેઠળ,જામનગર સીટી સી ડીવી પો.સ્ટેમાં વિસ્તારમાં આગામી તહેવારો ના અનુસંધાને સંવેદનશીલ વિસ્તાશે મથુરનગર આવાસ, અંધાશ્રમ આવાસ, વામ્બે આવાસ, દિગ્મામ સર્કલ તથા બાવરીવાસ વિસ્તારમાં જામનગર સીટી સી, ડીવીઝન પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી તથા એસ.ઓજી દ્વારા “સ્પેશ્યલ કોમ્બીગ ડ્રાઇવ” નું આયોજન કરવામા આવેલ અને ફૂટ પેટ્રોલીંગ કરી સ્થાનીકરહેવાસીઓની રૂબરૂ મુલાકાત લઇ અસામાજીક તત્વો તથા અસામાજીક પ્રવૃતી બાબતે પોલીસ ને જાણ કરવા સમજ કરેલ અને આગામી તહેવારોમાં પ્રજા ભયયુક્ત તેમજ શાંતીપુર્ણ તહેવાર ઉજવી શકે તે માટે ડ્રાઇવ દરમ્યાન નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ.
“સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ" કામગીરી
(૧) પ્રોહીબીશનના કેશ - ૦૫
(૨) જી.પી.એક્ટ ૧૩૫ ના કેશ - ૦૪
(3) એમ.વી.એક્ટ ૧૮૫ ના કેશ - ૦૨
(૪) BNS ૨૮૫ ના કેશ - ૦૨
(૫) BNS ૨૮૧ ના કેશ - ૦૨
(૬) મિલ્કત સંબંધી ગુનાના આરોપીઓ ચેક - ૦૧
(૭) એમ.સી.આર. ઇસમ ચેક - ૨૨
(૮) જાણીતા જુગારી ચેક - 03
(૯) પાસા આરોપી ચેક - ૦૧
(૧૦) ટપોરી ચેક - ૦e
(૧૧) પ્રોહી બુટલેગર્સ (પ્રોહી ધંધાર્થી ચેક - ૦૮
(૧૨) વાહન ચેક - ૬૫
(૧૩) ટ્રાફિક ડ્રાઇવ રોકડ દંડ - ૫૬૦૦/-
(૧૪) વાહન ડીટેઇન - Os
આ કામગીરી એલ.સી.બી./એસ.ઓ.જી. પો.ઇન્સ વી.બી.ચૌધરી તથા સીટી સી ડીવી પો.સ્ટે પો.ઇન્સ એચ.વી.રાઠોડ તથા એલ.સી.બી. પો.સબ.ઇન્સ એમ.વી.ભાટીયા તથા એસ.ઓ.જી. પો.સબ ઇન્સ એલએમ.ઝેર તથા એલ.સી.બી., એસ.ઓ.જી., પોલીસ સ્ટાફ તથા સીટી સી ડીવીઝન ડી સ્ટાફ નાઓ દ્રારા આ કાર્યવાહી કરવામાં આવેલ છે
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
