<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

જશાપરથી લતિપર જતા રસ્તા પર આવેલ પુલ પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ચપલા નંગ ૬૪ સાથે એક શખ્શને પકડી પાડતી જોડીયા પોલીસ

જશાપરથી લતિપર જતા રસ્તા પર આવેલ પુલ પાસે એક શખ્સ ઇંગ્લીસ દારુનું વહેચાણ કરતો હોવાની બાતમીના આધારે ઝડપી લેવાયો

 

જામનગર :રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નીર્લીપ્ત રાય તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીનાઓએ જામનગર જીલ્લા માંથી દારૂ/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન અંગેની ખાસ ડ્રાઇવનું આયોજન કરી અસરકારક કામગીરી કરવા સુચના કરવામાં આવેલ હોય, જે અન્વયે IIC નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગના જે.એન. ઝાલાના માર્ગદર્શન મુજબ તથા જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.પી.સોઢા નાઓની સુચનાથી જોડીયા પો.સ્ટે.ના એ.એસ.આઇ. સી.એલ.ચિહલા તથા PC પરેશભાઇ લખમણભાઇ ડુંગા તથા નિરવભાઇ રમેશચંદ્ર જોશી વિગેરે સ્ટાફના માણસો જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભા આઉટ પોસ્ટ વિસ્તારમાં દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ શોધવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન જોડીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સી.એલ.ચિહલા નાઓને ખાનગી હકિકત મળેલ કે, જશાપરથી લતિપર જતા રસ્તા પર આવેલ પુલ પાસે એક શખ્સ ઇંગ્લીસ દારુનું વહેચાણ કરે છે જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમને ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડના ઇંગ્લીશ દારૂના ચપલા નંગ-૬૪ કિ.રૂ.૯,૩૦૦/- તથા એક મોબાઇલ ફોન જેની કિ.રૂ.3000/- ગણી કુલ રૂ.૧૨,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
 પકડાયેલ આરોપી પાગલાભાઇ ઉર્ફે રમેશભાઇ ઢંઢાભાઇ ચૌહાન જાતે આદીવાસી ઉ.વ.૩૦ ધંધો ખેત મજુરી રહે.હાલ અવચરભાઇ ભીખાભાઇ પટેલની વાડીએ જશાપર ગામ તા.જોડીયા જી.જામનગર મુળ રહે.બાવડી ફળીયુ,ભવરા, અલીરાજપુર,ભભરા, રાજ્ય મધ્ય પ્રદેશ મો.નં. ૯૫૧૦૮૬૪૬૩૦
આ કાર્યવાહી જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.પી.સોઢા તથા પો.સબ ઇન્સ. કે.ડી.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. સી.એલ.ચિહલા તથા PC પરેશભાઇ લખમણભાઇ ડુંગા તથા નિરવભાઇ રમેશચંદ્ર જોશી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:05 AM IST)