<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે SMCની મોટી કાર્યવાહી : વધુ 3 આરોપીને દબોચી લેવાયા : દિલ્હીથી ગુજરાતમાં મેથેનોલ સપ્લાય કરતા હતા

દારૂમાં મિથેનોલ સહિતના ઝેરી કેમિકલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું :દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિત ગુજરાતમાં તપાસ

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે SMC એ વધુ 3 આરોપીની કરી ધરપકડ કરી છે. દિલ્લીના પ્રમોદકુમાર બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીએ ગુજરાતમાં મેથેનોલ સપ્લાય કર્યો હતો. દિલ્હીના પ્રમોદકુમાર બુડાકોટી પાસેથી મેથેનોલ સપ્લાય થતું હતું. પ્રમોદકુમાર બુડાકોટીએ દિલ્હીના રોહિત પ્રધાન અને કેશવ જાટવને મિથેનોલ સપ્લાય કર્યું હતું. રોહિત પ્રધાન અને કેશવ જાટવે અન્ય આરોપીઓ મારફતે મિથેનોલ અમદાવાદ સુધી પહોંચાડ્યું હતું આ મિથેનોલ અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન સુધી પહોંચાડવામાં આવ્યું હતું. મેિથેનોલ કયા ટ્રાન્સપોર્ટરો મારફતે આવ્યું તેની પણ તપાસ કરાઈ છે, . ઝેરી દારૂમાં મિથેનોલ સહિતના ઝેરી કેમિકલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે . આરોપીઓની ધરપકડ માટે એસએમસીની 16 ટીમો કાર્યરત કરાઈ છે  દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિત ગુજરાતમાં તપાસ હાથ ધરાઈ છે .

(8:45 PM IST)