તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
ખેડૂતોના હિતમાં અમરેલીથી દેવગામ સુધીનો માર્ગ બની ગયો પણ.. દેવગામથી ગોંડલ સુધીનો માર્ગ બીસ્માર
બિસ્માર માર્ગના કારણે ૩૦ મિનિટનું અંતર ત્રણ કલાકે કપાય છેઃ ગોંડલ યાર્ડમાં જણસ લઇ જતા ખેડૂતો પરેશાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ તા.૨૬: ખેત આધારિત અમરેલી જિલ્લામાં ખેડૂતો રોડ પાણી જેવા ગંભીર પ્રશ્ન વર્ષોથી પરેશાની વેઠી રહ્યા છે સારા અને ઉંચા ભાવે જણસ વેચવાની આશાએ ગોંડલ સુધી જતા ખેડૂતો રોડ પ્રશ્ને પારાવાર મુશ્કેલીનો સામનો છેલ્લા એક દાયકાથી વેઠી રહ્યા છે. અમરેલી થી દેવગામ સુધીનો માર્ગ બની જતા ખેડૂતો, રાહદારીઓને થોડી ઘણી રાહત મળી હતી.
દેવગામ પાટીયાથી વાસાવડ અને ગોંડલ સુધી માર્ગ ઉપર એક એક ફૂટના મસમોટા ગાબડા ખાડા પડી જતા પસાર થતા દ્વિ ચક્રીય વાહનો તેમજ ફોરવીલ સંચાલકોના વ્હીલ આઉટ થઈ ગયાની સેકડો ફરિયાદો ઉઠી છે ત્યારે ખેતઆધારિત અમરેલી જિલ્લાના ખેડૂતો સારા ભાવની આશાએ પોતાની જણસ ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચાડતા હોય પરંતુ આ માર્ગ છેલ્લા એક દાયકાથી બીસ્માર હોય એક એક ફૂટના ઊંડા ખાડા અને ગાબડાના કારણે પરેશાની વેઠતા હોય અમરેલીથી આ માંગણીને સ્વીકારી દેવગામ પાટીયા સુધીનો માર્ગ બની ગયો અને ત્યાંથી માર્ગનું કામ છેલ્લા એક દાયકાથી નહીં થતાં નાના મોટા અકસ્માતો સર્જાય છે ખેડૂતોને પણ મોટી નુકસાનીનો સામનો કરવો પડે છે આધુનિક યુગમાં સમય ખૂબ જ અગત્યનો હોય ૩૦ કિ.મીનો આ માર્ગ કાપતા ત્રણ કલાક જેટલો સમય વીતી જાય છે બેધ્યાન તંત્રને લોકોએ અવારનવાર આ માર્ગ બનાવવા માંગણી કરી છે પરંતુ તંત્ર આ માંગણી નો ઉલાળીયો કરી દેતા હોવાની ચર્ચા થઈ રહી છે અમરેલી ગોંડલ અને રાજકોટને જોડતો આ માર્ગ નવો બની જાય તો સરકારી એસટી વિભાગને ખખડધજ રોડના કારણે બસને થતી લાખો રૂપિયાની નુકસાની બચી શકે તેમ છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
