તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
ભાવનગરના તળાજાના પાણીયાળી પાસે મુસાફરોથી ભરેલી ST બસ ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો:15 મુસાફરોને નાની-મોટી ઈજા
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા :બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હોવાની શક્યતા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાણીયાળી ગામ નજીક ST બસને અકસ્માત નડ્યો છે. મુસાફરો ભરેલી ST બસ અચાનક રસ્તા પરથી નીચે ઉતરી ખાડામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 15 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, પાણીયાળી પાસે ST બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ બસ રસ્તા પરથી નીચે ઉતરી ખાડામાં ખાબકી હતી. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
અકસ્મતમાં બસમાં સવાર 15 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બસમાં ફસાયેલા અને ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવાર શરૂ કરી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
