તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતાં પાક સુકાવાની ભીતિ: સિંચાઈના પાણી વિના ખેડૂતો ચિંતિત
કૂવાઓમાં પાણીના સ્તર ઊંડા ગયા છે અને સ્થાનિક ડેમોમાં પણ જળસંચય સતત ઘટી રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતાં સ્થાનિક ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. વાવણી બાદ મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો હાલ 60 થી 70 દિવસના થઈ ચૂક્યા છે, પરંતુ એન ટાણે જ ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ગંભીર અભાવ સર્જાયો છે. કૂવાઓમાં પાણીના સ્તર ઊંડા ગયા છે અને સ્થાનિક ડેમોમાં પણ જળસંચય સતત ઘટી રહ્યો છે. મોંઘાદાટ બિયારણ અને ખાતર નાખીને વાવેલો પાક નજર સામે બળી ન જાય તે માટે ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ગમે તેમ કરીને પાક બચાવવા માટે આકરો પરિશ્રમ કરી રહ્યા છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
