તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
બેલા નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી પોણા બે કિલો ગાંજો ઝડપાયો.
એસઓજી ટીમની કાર્યવાહી, એક શખ્સની ધરપકડ : ગુનો નોંધવાની તજવીજ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની ટીમે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરીને બેલા ગામ નજીક આવેલા એક સેનેટરીવેર કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે એક મજૂરને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, બેલા નજીક આવેલા સેનેટરીવેર કારખાનાના લેબર ક્વાર્ટરમાં નશીલા પદાર્થનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતાં SOG પીઆઈ સહિતની ટીમે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમિયાન કારખાનામાં મજૂરી કામ ક૨તા શખ્સના ક્વાર્ટરમાંથી આશરે પોણા બે કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
