તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
જામનગરમાં સીટી સી ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્કોડનો સપાટો : 58 દિ. પ્લોટ હિંગળાજ ચોક પાસેની અવાવરૂ દુકાનમાંથી 3.68 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પ્રોહી-જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા IG નિર્લિપ્ત રાય અને SP રવિ મોહન સૈનીની સૂચના બાદ કાર્યવાહી : એક શખ્સ ઝડપાયો ત્રણ વોન્ટેડ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 23 : જામનગર શહેરમાં દારૂ-જુગારની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, નીલિપ્ત રાય (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર ડો. રવી મોહન સૈની (IPS) નાઓએ પ્રોહી જુગારના ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જામ શહેર જયવીરસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આજરોજ સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એચ.વી.રાઠોડ તથા પો.સબ.ઇન્સ. આર.એલ.કંડોરીયા નાઓની સૂચનાથી સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.યુવરાજસિંહ બી. જાડેજા તથા એ.એસ.આઈ. યશપાલસિંહ એ. જાડેજા તથા પો.હેડ કોન્સ. વનરાજભાઈ બી.ખવડ ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે 58 દિ.પ્લોટ, હિંગળાજ ચોક, ગૌના ગોદામ પાસે આવેલ અવાવરૂ દુકાનમાં ધવલ દિપકભાઈ જાદવ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે તેવી ચોક્કસ હકીકતના આધારે રેઈડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ બોટલો કુલ નંગ-69 જેની કુલ કિ.રૂ.3,68,217/- ના મુદ્દામાલ સાથે પકડાય જતા જે અંગે પો.હેડ કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ નાઓએ તેની સામે ધોરણસર થવા ફરીયાદ આપેલ છે અને એ.એસ.આઈ. યશપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી ધવલ દિપકભાઈ જાદવ રહે - 58 દિ.પ્લોટ, હિંગળાજ ચોક, જામનગર.આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ.(1) સીટી એ ડીવી. પો.સ્ટેશન ના ગુ.ર.નં.0517/2019 પ્રોહી કલમ 65(એ)(ઇ), 81, 98(2) મુજબ,(2) સીટી સી ડીવી. પો.સ્ટેશન ના ગુ.ર.નં.0531/2023 પ્રોહી કલમ 65(એ)(ઇ), 81 મુજબ,(3) સીટી એ ડીવી. પો.સ્ટેશન ના ગુ.ર.નં.0417/2025 પ્રોહી કલમ 65(એ)(એ), 116(બી) મુજબ.
રમેશ ઉર્ફે રમલો મારૂતી મંગળદાસ હરવાલા રહે.શંકરટેકરી મામાદેવના મંદીર પાસે, જામનગર,યશ મંગે રહે.જામનગર,ભાવીક ઉર્ફે છાબો ભદ્રા રહે. 58 દિ.પ્લોટ, કટારીયા દવાખાના પાસે, જામનગરની શોધખોળ હાથ ધરી છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
