<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ઉપલેટા પંથકમાં જુગારધામ પર પોલીસનો દરોડો : વાડીના મકાનમાંથી 8 જુગારીઓ રૂ. 3.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

કોબાનીગારી વાડી સીમમાં તીનપત્તીનો જુગાર રમાડતો સંચાલક સહિત 8 શખ્સોની ધરપકડ : રોકડ રૂ. 1.85 લાખ અને 8 મોબાઈલ કબ્જે કરી ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા)ઉપલેટા, તા. 23 : રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા જુગારની બદીને નાથવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ઉપલેટા પોલીસને મોટી સફળતા મળી છે. ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોબાનીગારીવાળી સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પોલીસે કુલ 8 ઇસમોને રૂ. 3,13,000/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

 

મળેલ હકિકત આધારે પો.સ.ઇ. બી.સી.મીયાત્રા તથા સ્ટાફના દિવ્યેશભાઈ સુવા, વકારભાઈ અરબ, નિકુલભાઇ પંપાણીયા, રવિરાજસિંહ વાળા, ભોજાભાઈ ત્રમટા નાઓએ બાતમીના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોબાનીગારી વાળી સીમમાં રેડ કરી હતી.

 

તપાસમાં જીબરીશ અતુલભાઇ બારૈયા રહે. ઉપલેટા નાઓ પોતાની કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો નશીબ આધારીત જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ 8 ઇસમોને રોકડ રૂ. 1,85,000/- તથા મોબાઇલ ફોન-8 મળી કુલ રૂ. 3,13,000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

  જીબરીશ અતુલભાઇ બારૈયા રહે. વીજળી રોડ, ચકલી ચોરા પાસે તા. ઉપલેટા, અલ્પેશ ઉર્ફે કાલી ભાદાભાઇ ચંદ્રવાડીયા રહે. વિક્રમ ચોક પાસે તા. ઉપલેટા,મયુર અતુલભાઇ બારૈયા રહે. વીજળી રોડ ચકલી ચોરા પાસે તા. ઉપલેટા,ભરત ઉર્ફે લાલો મનજીભાઇ વિંઝુડા રહે. દ્વારકાધિશ સોસાયટી દ્વારકેશ એપાર્ટમેન્ટ તા. ઉપલેટા,નરેશ વિરમભાઇ ઉટડીયા રહે. ગઢાળા ગામ તા. ઉપલેટા,નરેન્દ્ર ઉર્ફે નરેશ વજશીભાઇ કંડોરીયા રહે. સ્વામીનારાયણ કમલેશ્વર મંદિર સામે તા. ઉપલેટા,હર્ષદભાઈ ભીખાભાઇ ચૌહાણ રહે. સ્વામીનારાયણ સોસાયટી, પાણીના ટાંકા પાસે ગાધા રોડ, તા. ઉપલેટા,અક્ષયભાઇ દેવશીભાઇ બારૈયા રહે. ઢાંકની ગારી, બસ પાછળ રામરાજ પ્રોવિઝન પાસે તા. ઉપલેટાની ધરપકડ કરી છે.

 

પોલીસે તમામ આરોપીઓની ધોરણસર અટક કરી તમામ આરોપીઓ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:53 PM IST)