<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી : કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ : વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનકુમાર મોણપાણી, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા અને વન સંરક્ષક રોહન સિંઘ સહિતનાની ઉપસ્થિતિ : શહેરમાં હરિયાળી વધારવા અને નાગરિકો સુધી સરળતાથી રોપા પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગર મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવ અંતર્ગત આ ઉજવણી તા. 22-08-2026, શનિવારના રોજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગર ખાતે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરીમાં યોજાયો હતો.

 

કાર્યક્રમની શરૂઆત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની દીકરીઓ દ્વારા સુંદર પ્રાર્થનાની પ્રસ્તુતિ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નોડલ અધિકારી અને મદદનીશ વન સંરક્ષક દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ઉપસ્થિત સર્વે અતિથિ વિશેષોનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં માનવજીવન અને પર્યાવરણ સંતુલનમાં વૃક્ષો તથા જંગલોનું મહત્વ સમજાવી વન મહોત્સવની ઉજવણીનો મૂળ ઉદ્દેશ સાર્થક કરવા અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ શહેરમાં હરિયાળી વધારવા અને લોકો સુધી સરળતાથી રોપાઓ પહોંચાડવાના હેતુસર વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

 

*ઉપસ્થિત મહાનુભાવો:*

મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોણપાણી, કમિશનર દીપેશ કેડિયા (IAS), મદદનીશ વન સંરક્ષક રોહન સિંઘ (IFS), શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન કપડીયા, ગાર્ડન સમિતિના ચેરમેન નીકીતાબેન કોટક, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, મુગેશભાઈ દવે તથા ભાવેશભાઈ કાનાણી, મ્યુ. સભ્યો કૃષ્ણાબા ઝાલા, જયરાજસિંહ જાડેજા, સુભાષભાઈ જોશી, રાજેશભાઈ યાદવ, જ્યોત્સનાબેન પાંબર, હેતલબેન અમરેલીયા, મિલનભાઈ સભાયા, સીટી ઇજનેર અને આસી. કમિશનર(વ) ભાવેશભાઈ જાની, કાર્યપાલક ઇજનેર નીતિન દીક્ષિત, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર તેમજ પૂર્વ સભ્યો અને જામનગર મહાનગરપાલિકાના તેમજ વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:24 PM IST)