<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

જામનગરમાં ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો: LCBની ટીમે 3 હથિયાર, 7 કારતૂસ સાથે એકને દબોચ્યો : બિહાર કનેક્શન

મૂળ પોરબંદરના માછલીના વેપારી યુનુસ કુરેશીના મકાનમાંથી પિસ્ટલ, રિવોલ્વર, તમંચો અને મેગ્ઝીન મળી આવ્યા : DIG નિર્લિપ્ત રાયની સૂચનાથી SP ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ LCBએ પાડ્યો દરોડો, હથિયાર સપ્લાય કરનાર બિહારના બે શખ્સો ફરાર

જામનગર તા.૨૨ : જામનગર શહેરમાં ગેરકાયદે હથિયારોનું વેચાણ કરતા એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે એક પિસ્ટલ, એક રિવોલ્વર અને એક તમંચો મળી કુલ 3 હથિયાર, 7 જીવતા કારતૂસ અને એક મેગ્ઝીન જપ્ત કર્યા છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય (IPS) દ્વારા હથિયાર ધારા અંતર્ગત કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) એ LCB PI વી.બી.ચૌધરી ને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી.ભાટીયા અને LCB સ્ટાફ સતત વર્કઆઉટ કરી રહ્યા હતા

દરમિયાન LCB સ્ટાફના યુવરાજસિંહ ઝાલા, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર અને રૂષીરાજસિંહ વાળાને સંયુક્ત બાતમી મળી હતી કે, મૂળ પોરબંદરનો વતની અને હાલ જામનગરમાં *મહાપ્રભુજીની બેઠક પાસે, સાલુપીરની દરગાહ પાછળ, ખોડીયાર સોસાયટીમાં રહેતો યુનુસ ઈબ્રાહીમભાઈ મતવા કુરેશી પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો વેચાણ માટે રાખે છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી અને હથિયારો સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.પકડાયેલ આરોપી યુનુસ ઈબ્રાહીમભાઈ કુરેશી, ઉંમર 49 વર્ષ, ધંધો- માછલીનો વેપાર, રહે. ખોડીયાર સોસાયટી, જામનગર (મૂળ રહે. વિરડી પ્લોટ, રજા પાન પાસે, પોરબંદર)ની ધરપકડ કરી છે.

         ફરાર આરોપીઓ જોખન યાદવ, રહે. બિહાર,સુશીલકુમાર સાહ, રહે. બિહાર

આ બંને હથિયાર સપ્લાય કરનાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.જપ્ત કરેલ મુદ્દામાલ - કુલ રૂ. 65,700,પિસ્ટલ- 01, રિવોલ્વર- 01, તમંચો- 01 - કિંમત રૂ. 60,000,કારતૂસ નંગ- 07 - કિંમત રૂ. 700,પિસ્ટલ મેગ્ઝીન,મોબાઈલ ફોન- 01 - કિંમત રૂ. 5,000.

પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદની ફરિયાદ પરથી PSI એમ.વી.ભાટીયાએ કાયદેસરની કાર્યવાહી કરી, વધુ તપાસ માટે ગુનો જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

પકડાયેલ યુનુસ કુરેશી વિરુદ્ધ અગાઉ *પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11218010220367/2022* હેઠળ IPC કલમ 143,145,147,148,151,152,186,332,336,308,337,323,324,120(B) મુજબ રાયોટિંગનો ગુનો નોંધાયેલ છે.

આ સમગ્ર સફળ કામગીરીમાં PI વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી.ભાટીયા તથા LCB સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ સહિતની ટીમ જોડાઈ હતી.

(1:10 PM IST)