તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
મોટી મોલડીમાં હલણ મામલે મારામારીઃ જમનાબેન અને કરસનભાઇને ઇજા
બથવાર કુટુંબીજનો બાજુ-બાજુમાં રહેતાં હોઇ હલણમાં મુકાયેલા પથ્થર હટાવવા મામલે ડખ્ખોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: ચોટીલાના મોટી મોલડીમાં બાજુ બાજુમાં રહેતાં કુટુંબી સગાઓ વચ્ચે હલણ મામલે ઝઘડો થયા બાદ મારમારી થતાં એક બીજા પર હુમલો કરી પથ્થરમારો કરવામાં આવતાં એક પરિવારના મહિલા અને બીજા પરિવારના વૃધ્ધને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ મોટી મોલડીમાં રહેતાં જમનાબેન મુકેશભાઇ બથવાર (ઉ.વ.૩૮)ને સાંજે બાજુમાં જ રહેતાં કુટુંબી દિયર વિજયભાઇ, કાકાજી કરસનભાઇ સહિતે માર મારતાં અને પથ્થરથી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે તેના પતિ મુકેશભાઇ સિરામીકમાં કામ કરે છે. સંતાનમાં બે દિકરા છે. બાજુમાં હલણનો રસ્તો હોઇ તેમાં કાકાજીના કુટુંબીઓએ પથ્થર મુકી હલણ બંધ કરી દીધુ હોઇ પથ્થરો હટાવી લેવાનું કહેતાં માથાકુટ કરી મારામારી કરી હતી.
સામા પક્ષે કરસનભાઇ ગોરાભાઇ બથવાર (ઉ.વ.૭૦) પણ પોતાના પર મુકેશ ગીગાભાઇ, ભરત ગીગાભાઇ સહિતે હુમલો કરી માર માર્યાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયા હતાં. તેમણે પણ હલણના રસ્તા મામલે મારામારી થયાનું કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં નાની મોલડી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
