તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે સારા વરસાદની આશા, ઓગસ્ટના અંત સુધી છૂટાછવાયા ઝાપટા
મેળામાં મજા કે મેઘરાજા મન મુકીને ઇનિંગ ટુક સમયમાં જાહેર થશેઃ રમેશ બસીયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૨: હાલ લોપ્રેશર સિસ્ટમ ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ ઉપર આવેલી છે અને ચોમાસુ ધરી ઉત્તર તરફ સ્થિત છે. આજથી ઓગસ્ટ આખર સુધી મોટાભાગના દિવસો દરમિયાન ચોમાસુ ધરી ઉત્તર તરફ જ રહેશે. પરિણામે ગુજરાત રાજ્યને અસર કરનારી કોઈ મહત્ત્વની સિસ્ટમ નહીં હોવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ઑગસ્ટના અંત સુધી છૂટાછવાયા ઝાપટા સિવાય વ્યાપક વરસાદની શકયતા નહિવત્ છે. પવન મુખ્યત્વે દક્ષિણ-પヘમિ દિશાનો અને ઝડપ સામાન્ય રહેશે. ત્યારબાદ ૧ સપ્ટેમ્બર કે ૨ તારીખની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની અથવા ડિપ્રેશન સુધી મજબૂત થવાની શકયતા છે. તે જ સમયે અરબી સમુદ્રમાં મિડલ લેવલમાં એક UAC બનવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. જો UAC બને તો ૧ કે ૨ તારીખે છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ શકે છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ પヘમિ-ઉત્તરપヘમિ દિશામાં આગળ વધશે અને ચોમાસુ ધરી પણ દક્ષિણ તરફ સરકીને સામાન્ય સ્થિતિની આસપાસ આવી જશે. સિસ્ટમ ધરી ઉપરથી આગળ વધીને લગભગ ૪ તારીખની આસપાસ મધ્યપ્રદેશથી રાજસ્થાન સુધી પહોંચી જશે. જો સિસ્ટમ પોતાની મજબૂતાઈ જાળવી રાખે અને ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપરથી પસાર થાય તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સારા વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ એક લાંબા ગાળાનું અનુમાન હોવાથી તેમાં ફેરફાર થઈ શકે છે. તેથી સમયાંતરે અપડેટ આપવામાં આવશે. તેમ રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) એ જણાવ્યું છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
