<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

કેશોદ વિસ્‍તારમાં ઝરમરિયો વરસાદ

 

( સંજય દેવાણી દ્વારા ) કેશોદ તા. ર૧ ભારે ગરમી અને બફારા વચ્‍ચે કેશોદ વિસ્‍તારમાં ગત રાત્રી થી છાસવારે ઝરમરિયો વરસાદ વરસી રહેલ છે.  અત્રે ગઈકાલ મોડી રાત્રી થી વરસાદી વાતાવરણ ઊભું થવા પામેલ છે. જે આજ સવારે પણ વાતાવરણ યથાવત રહેલ છે. સવારના સૂર્ય દર્શન થવા પામેલ નથી.

 દરમિયાન અત્રે કંટ્રોલ રૂમ ખાતે ગતરાત્રિના ત્રણ મી. મી. બાદ આજ વહેલી સવારના પણ એક મી.મી. વરસાદ નોંધાયેલ છે. આકાશ ની વાદળછાયા સ્‍થિતિ વચ્‍ચે આજે તાપમાન અંદાજે ૨૯ થી ૩૧ ડિગ્રી સે. તથા હવામાન ભેજનું પ્રમાણ ૭૫ થી ૭૭  ટકા તેમજ પヘમિ દિશાએથી પવનની ઝડપ ૨૨ થી ૨૪ પ્રતિ કિલોમીટરની રહેવા પામેલ છે.

(12:55 PM IST)