<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ગોંડલમાં ફૂલ-ઝાડના વેપારીના ઝૂંપડામાંથી 1.25 લાખની ચોરી : અજાણ્યો શખ્સ બે થેલા ઉઠાવી ગયો : જુઓ વિડિયો

મોટી ખોડિયાર મેંદરડા તાલુકાથી ધંધા માટે આવેલ પરિવારને મોટો ફટકો : પોલીસમાં ફરિયાદ બાદ આરોપીની શોધખોળ

ગોંડલ તા.૨૧  : ગોંડલ શહેરમાં ચોરીની એક ઘટના સામે આવી છે. મોટી ખોડિયાર, મેંદરડા તાલુકાથી ઘણા સમયથી ફૂલ-ઝાડનો ધંધો કરવા માટે ગોંડલના અલખના ઓટલા પાસે આવેલા છાત્રાલય પાસે ઝૂંપડું બાંધીને રહેતા એક વેપારીને ત્યાં ચોરી થઈ છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે રાત્રે તેના ઝૂંપડામાં કપડા સાથે બે થેલામાં રાખેલા એક લાખ પચીસ હજાર રૂપિયા કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો.

 

આ અંગે ભોગ બનનાર પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. ગોંડલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.(તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:59 AM IST)