તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
ભાવનગર ઝેરી શરાબ કાંડ:SMC તપાસમાં જેની લાપરવાહી બહાર આવશે, તે તમામ સામે આકરા પગલા લેવાશેઃ જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિક
અંતે ગૌતમ સોલંકીનો ધડાકો, દારૂ મધ્ય પ્રદેશથી આવ્યો નહતો, એ દારૂ ઉજ્જૈેનથી આવેલ ૪ યુવાનોએ વરતેજમાં બનાવેલ, આ પૈકીના એકનું મોત પણ નીપજેલ છેં, FIR માં સ્ફોટક બાબતોનો સમાવેશ : અકિલા સાથેની વાતચીતમાં રાજ્યના મુખ્ય પોલિસ વડાએ સ્પષ્ટ કહ્યું કે, રાજ્ય સરકાર આ ઘટનાને ખુબ ગંભીર ગણી, તપાસ માટે છુટ્ટો દોર આપ્યો છે

રાજકોટ તા.૨૦ : ભાવનગરના બહુ ચર્ચિત નકલી શરાબ કાંડમા કેટલાક ચોક વનાર ખુલાસા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમા કેટલાક યુ ટયુબ ચેનલ ચાલવતા પત્રકારો, વિરોધ પક્ષો દ્રારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વેચાતા દારૂ અંગેના રીલો બનાવવામા આવી રહ્યા હોવાથી આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે માટે ગાંધીનગર દ્રારા કોર ગ્રુપના ips અધિકારીઓ સાથે ખાનગીમાં ભારે મનોમંથન ચાલી રહ્યું છેં.
સ્વચ્છ છબી ધરાવતા રાજ્યના મુખ્ય પોલિસ વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિક દ્રારા તમામ પોલિસ કમિ‘ર, રેન્જ વડાઓ સાથે તાકીદે વીડિયો કોન્ફરન્સ યોજી દરેક અડ્ડાઓ પર તૂટી પડી, કાયમી દવા કરવાં સૂચનાઓ આપી છેં.
આમતો ભાવનગર એસપી નિતેશ પાંડે સ્વચ્છ છબી સાથે મહેનતુ અધિકારીની છેં. પણ આ ઘટના મુખ્ય પોલિસ વડા કોઈ રીતે હળવાશથી લેવાને બદલે આ મામલાની વિશાળ સતાઓ અને વિશાળ કાર્યછેત્ર ધરાવતા સ્ટેટ મોનીટરીંગ સેલના અનુભવી એસપી મયુરસિંહ ચાવડા, રાજકોટના પૂર્વ અને હાલ SMS મા ફરજ બજાવતા pi સંજયસિંહ જાડેજા વિગેરે સીટ ટીમને આપી છેં.
અકિલા સાથેની વાતચીતમા રાજ્યના મુખ્ય પોલિસ વડા જ્ઞાનેન્દ્રસીંઘ મલ્લિકે જણાવેલ કે, રાજ્ય સરકાર આ ઘટના ખુબ ગંભીરતાથી લિધી છેં, સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસમાં જેમની લાપરવાહી કે ભૂમિકા બહાર આવશે તેની સામે ખરા અર્થમાં આકારા પાગલઓ પોતે લેશે.
દરમિયાન એક પોલિસ તપાસમાં એક સ્ફોટક ખુલાશો થયો છેં, ગૌતમ સોલંકીએ આગાવી ઢબની પૂછપરછમાં એ ઝેરી શરાબ મધ્યમ પ્રદેશથી આવ્યો ન હતો, પરંતુ ઉજ્જેનથી દારૂ બનાવવા માટે જાણીતા ૪ યુવાનોને લાવી વરતેજમાં દારૂ બનાવેલ, દારૂ બનાવવા માટે ઉજ્જૈનથી આવેલ ૪ યુવાનો પેકી એકનું મોત પણ નીપજયુ છેં. ટ્રાયલ બેઝનો દારૂ શરૂઆતમાં સારો ન બનેલ, પોલિસ શ્શશ્વ માં ઘણી ચોકવનારી બાબતો હોવાનું ટોચના પોલિસ સૂત્રો જણાવે છે.
સામાન્ય ભાષામાં ‘લઠ્ઠો' એટલે ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલો ઝેરી દારૂ. નફો વધારવાની લાલચઃ બૂટલેગરો દારૂમાં નશો ઝડપથી ચડે, દારૂ વધુ કડક એટલે કે સ્ટ્રોંગ બને અને ઓછા ખર્ચે વધુ જથ્થો તૈયાર થાય તે માટે તેમાં ઝેરી રાસાયણિક પદાર્થો ઉમેરે છે. ભેળસેળનું જોખમ જ્યારે બનાવટી દારૂ બનાવતી વખતે કેમિકલનું પ્રમાણ અંકુશ બહાર જતું રહે છે, ત્યારે તે સામાન્ય આલ્કોહોલને બદલે અત્યંત ઝેરી પ્રવાહી એટલે કે ‘લઠ્ઠો' બની જાય છે. એથેનોલ અને મિથેનોલ કાયદેસર કે પીવા યોગ્ય દારૂમાં એથિલ આલ્કોહોલ હોય છે, પરંતુ નફો વધારવા કે નશો કડક કરવા બૂટલેગરો તેમાં મિથાઈલ આલ્કોહોલ (Methanol - CH_3OH) ઉમેરે છે. જે તેને ઝેરી બનાવે છે.
ઔદ્યોગિક કેમિકલઃ મિથેનોલ એ રંગવિહીન ઝેરી કેમિકલ છે, જેનો ઉપયોગ સોલ્વન્ટ તરીકે પ્લાસ્ટિક, એસેટિક એસિડ અને પેઇન્ટ બનાવવામાં થાય છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
