<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ગુરૂવારે પ્રવીણ તોગડીયા કેશોદમાં

 

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૮ :  ગુરુવારે પ્રવીણ તોગડીયા કેશોદમાં તારીખ ૨૦ ને ગુરૂવાર ના રોજ આંતરરાષ્‍ટ્રીય રાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના સુપ્રીમો પ્રવીણભાઈ તોગડીયા કેશોદ ની મુલાકાતે આવી રહ્યા છે.

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ ના જુનાગઢ જિલ્લાના પ્રમુખ અભિષેક ભાઈ પટોડીયા તથા કેશોદ તાલુકા ના અધ્‍યક્ષ હરસુખભાઈ સિદ્ધપરા ના જણાવ્‍યા મુજબ અત્રેના ડી.પી. રોડ પર લક્ષ્મીનગર મા આવેલ અક્ષય અને ક્ષેત્ર ખાતે સવારે ૯.૦૦ કલાકે પ્રવીણભાઈ તોગડીયા પહોંચશે. બાદમાં અત્રે ના ડી.પી. રોડ પર આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ કાર્યાલય ખુલ્લું મૂકી સંગઠનના કાર્યકરો સાથે બેઠક યોજશે.

(12:35 PM IST)