News of Wednesday, 19th August 2026
SMC નો દરોડોઃ જાફરાબાદમાં ૧૫ પત્તાપ્રેમી ઝડપાયા

અમરેલી, સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.કે.કરમટા એ જાફરાબાદના વાપાળીયાવિસ્તારમાં આરોપીના રહેણાંક મકાનની પાસે ખુલ્લી જગ્યા મુકામે રેઈડ કરી રોકડ રકમ રૂપિયા ૧,૬૧,૬૦૦/- તથા અંદર બહાર જન્નાનો જુગાર રમાવા માટે ઉપયોગમાં લીધેલ ગંજીપાના, મોબાઇલ ફોન, વાહન નંગ-૦૩ સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩,૨૮,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જેમાં (૧) અશોકભાઈ બાબુભાઈ બારૈયા ધંધો-ડ્રાઈવિંગ રહે-ખંઢેરા વાડી વિસ્તાર, જાફરાબાદ, (૨) કાનજીભાઈ ભિખાભાઈ મકવાણા ધંધો-મજુરી (૩) તાહિર યુસુફભાઈ બાબર ધંધો-મજુરી મુળ રહે-દલ સોસાયટી, સોમનાથ ટોકીઝ, ઓઝી વિસ્તાર, તા-વેરાવળ (૪) રાકેશભાઈ જીવાભાઈ મકવાણા ધંધો-મજુરી રહે-ખંઢેરા વાડી વિસ્તાર, (૫) રાજુભાઈ રામજીભાઈ રાઠોડ ધંધો-મજુરી (૬) ગોપાલભાઈ ખોડાભાઈ મકવાણા ધંધો-મજુરી (૭) ભાયાભાઈ ચિનુભાઈ મકવાણા ધંધો-મજુરી (૮) રાજેશભાઈ કાનાભાઈ બારૈયા ધંધો-મજુરી રહે-કોળી વાડા, આકા શેરી, જાફરાબાદ, (૯) સંજયભાઈ કાળુભાઈ બારૈયા ધંધો-મજુરી રહે-મોચીવાડા પ્લોટ વિસ્તાર, જાફરાબાદ, (૧૦) રામદાસભાઈ ઉકાભાઈ સોલંકી ધંધો-મજુરી રહે-સામાકાંઠા વિસ્તાર, જાફરાબાદ, (૧૧) ભીમજી શરમણભાઈ બારૈયા ધંધો-મજુરી રહે-વિવેકાનંદ સોસાયટી, (૧૨) જયમલભાઈ ભવનભાઈ બારૈયા ધંધો-મજુરી રહે-ખઢેરા વિસ્તાર, (૧૩) કાનજીભાઈ નાગરભાઈ બારૈયા ધંધો-મજુરી (૧૪) લક્ષ્મણભાઈ પાંચાભાઈ બારૈયા ધંધો-મજુરી (૧૫) ચંન્દ્રકાત ઉર્ફે ચંદુ રામજીભાઈ બારૈયા ધંધો-ખેતી રહે-મામલતદાર ક્વાટર્સની સામે, વાડીની અંદર પકડાઈ ગયા હતા.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
