News of Wednesday, 19th August 2026
ગિરનાર સીડી ઉપર સિંહના હુમલા ન થાય તે માટે રપ ટ્રેકર્સની નિમણુંક
ગિરનારની પ્રકૃતિ, વન્ય જીવો અને શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે વન વિભાગનું મહત્વપૂર્ણ પગલુ : ડીસીએફ અક્ષય જોશી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: ગત મહિને ગિરનારની નવી સીડી પર બનેલી દુઃખદ માનવ મળત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને, માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા તેમજ યાત્રાળુઓ અને વન્યજીવોની સુરક્ષા વધુ સુદૃઢ બનાવવા જૂનાગઢ વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
નવી સીડી, જૂની સીડી તેમજ દાતાર સીડી વિસ્તારમાં કુલ ૨૫ ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવી છે. આ ટ્રેકર્સને વન્યજીવ વ્યવહાર, યાત્રાળુ સુરક્ષા અને માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારણ અંગે ઓરિએન્ટેશન કોર્સ ઉપરાંત એક સપ્તાહની મૂળભૂત તાલીમ આપવામાં આવી છે.
તાલીમ દરમિયાન સાસણ વન વિભાગના નિષ્ણાત ટ્રેકર્સ તેમજ વેટરનરી નિષ્ણાતો દ્વારા ટ્રેકિંગ, વન્યજીવોની હિલચાલની ઓળખ, સંભવિત જોખમોની આગોતરી જાણકારી અને યાત્રાળુઓની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ પૂર્ણ કર્યા બાદ આજ સાંજથી ટ્રેકર્સ ગિરનારની ત્રણેય સીડી પર ફરજ બજાવશે. તેમનો મુખ્ય ઉદ્દેશ ગિરનારના વન્યજીવોની સુરક્ષા જાળવવાની સાથે યાત્રાળુઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો અને માનવ-વન્યજીવ સંઘર્ષની સંભાવનાને શકય તેટલી ઘટાડવાનો રહેશે.
ગિરનારની પ્રકળતિ, વન્યજીવો અને શ્રદ્ધાળુઓラત્રણેયની સુરક્ષા સાથે સહઅસ્તિત્વ જાળવવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા આ વ્યવસ્થા વધુ એક મહત્વપૂર્ણ પગલું છે તેમ ડી.સી.એફ. અક્ષય જોશીએ જણાવ્યું હતું.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
