<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

વેરાવળના દરિયાકાંઠે ૪૦ ફૂટ લાંબી હમ્‍પબેક વ્‍હેલ મૃત તણાઈ આવી

વિશાળકાય માછલીને જોવા લોકો ઉમટયાઃ વિશાળ ટ્રોલર સાથે અથડાઈ જતા મોત થયાનું પ્રાથમિક અનુમાન : પોસ્‍ટમોર્ટમ બાદ દાટી દેવાશે

વેરાવળ, તા.૧૯: વેરાવળના દરિયાકાંઠે ગઈકાલે એક મહાકાય હમ્‍પબેક માછલી મળત હાલતમાં તણાઈ ને આવી હતી. જેને જોવા માટે લોકો ઉમટી પડ્‍યા હતા.આ માછલી કોઈ ટ્રોલર સાથે અથડાઈ જતા ઇજાઓ થતા તેનું મળત્‍યુ થયાનું પ્રાથમિક અનુમાન છે.જે પોસ્‍ટમોર્ટમ કરતા ખ્‍યાલ આવશે.પોસ્‍ટમોર્ટમ બાદ તેના મળતદેહ ને દાટી દેવાશે. શરૂઆતમાં તેને વ્‍હેલ શાર્ક હોવાનું માનવામાં આવ્‍યું હતું. જોકે, વન વિભાગના અધિકારીઓએ સ્‍થળ પર તપાસ કરતા આ વ્‍હેલ શાર્ક નહીં પરંતુ હમ્‍પબેક વ્‍હેલ પ્રજાતિની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. આર.એફ.ઓ. યોગેશ કલસરિયાના જણાવ્‍યા મુજબ હમ્‍પબેક વ્‍હેલ પણ વન્‍યજીવ સંરક્ષણ કાયદા હેઠળ શેડ્‍યૂલ-૧માં આવતી પ્રજાતિ છે. આ મળત માછલીને બહાર કાઢવા મશીનરીની મદદ લેવામાં આવી હતી. વન વિભાગની વેટરનરી ડોક્‍ટરની ટીમ દ્વારા મળતદેહનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્‍ટમોર્ટમ બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને દરિયાકાંઠે જમીનમાં ઊંડો ખાડો કરી મળતદેહને નિયમાનુસાર દફનાવવામાં આવશે. વનવિભાવ ના જણાવ્‍યા મુજબ મળતદેહની હાલની સ્‍થિતિ જોતા વ્‍હેલનું મોત કેટલાક દિવસો અગાઉ સમુદ્રમાં થયું હોવાનું જણાય છે.

(1:40 PM IST)