<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

કાલાવડમાં સોની વેપારી સાથે રૂ.૭.૫૯ લાખની ઠગાઈ

પત્‍નીને દાગીના બતાવવાનું કહી સોનાના ૩ ચેન, બ્રેસલેટ લઈ આરોપી રફૂચક્કરઃ બે દિવસ રોકડામાં દાગીના ખરીદી વેપારીનો વિશ્વાસ કેળવ્‍યો

(સચીન આશરા દ્વારા) કાલાવડ, તા૧૯: જામનગર જિલ્લાના કાલાવડમાં જૂના મેઇન માર્કેટ રોડ પર દુકાન ધરાવતા સોની વેપારી સાથે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. સોનીની દુકાનમાંથી ઘરે પત્‍નીને દાગીના બતાવવા લઈ જવાનું કહી રૂ.૦.૫૯ લાખની કિંમતના ત્રણ સોનાના ચેન અને એક બ્રેસલેટ લઈ ગયા બાદ આરોપી ગાયબ થઈ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

કાલાવડમાં શ્રીજી જવેલર્સ ધરાવતા રાજકોટના મીતેષભાઈ ગિરીશભાઈ કડેચાની દુકાને તા.૧૫ જુલાઈના રોજ સાગર મહેતા નામનો શખ્‍સ ગયો અને દુકાનની બાજુમાં સાગર ટ્રેડર્સ નામે દુકાન ભાડે રાખી હોવાનું અને થોડા દિવસોમાં દુકાનનું ઉદ્ધાટન કરવાનું હોવાનું જણાવ્‍યું હતું. બાદમાં દુકાનમાંથી આશરે સવા ગામનું સોનાનું જેન્‍ટ્‍સ પેન્‍ડલ રૂ.૨૨ હજાર રોકડા આપી ખરીદ્યું, બીજા દિવસે ફરી સાગર દુકાને ગયો રૂ. ૧૯,૫૦૦ રોકડા આપી બાદ તા. ૧૭ જુલાઈના રોજ દુકાને પહોંચી બે સોનાના ચેન અને એક બેસલેટ લેવાની વાત કરી પોતાની પત્‍નીને ઘરે બતાવીન ેત્રણમાંથી જે બે ચેન પસંદ પડે તે રાખી લેવાની વાત કરી રૂ.૭.૫૯ લાખની કિંમતના દાગીના લઈ આરોપી ફરાર થઈ ગયો હતો મીતેષભાઈ કહેવાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સાગર મહેતા (રહે. ભગવતીપરા, કાલાવડ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:33 AM IST)