તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
લીંબડી નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર કાર પર ટ્રક ચઢી જતાં ભયાનક અકસ્માત સર્જાયો
કાર અને ટ્રક વચ્ચે અચાનક ભીષણ અથડામણ :અકસ્માત એટલો જોરદાર હતો કે નિયંત્રણ ગુમાવી બેઠેલો ટ્રક સીધો કાર પર ચઢી ગયો

સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર ધમધમતા લીંબડી નેશનલ હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક કાર અને ટ્રક વચ્ચે અચાનક જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે નિયંત્રણ ગુમાવી બેઠેલો ટ્રક સીધો કાર પર ચઢી ગયો હતો.
બનાવને પગલે અકસ્માતનો ધડાકો સાંભળી આસપાસના સ્થાનિકો અને હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.કાર પર આખો ટ્રક ચઢી જવાથી કારનો કુરચો બોલી ગયો હતો અને કારને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જોકે, કુદરતનો ચમત્કાર કહો કે સદ્ભાગ્ય, કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નહોતી.
અકસ્માતગ્રસ્ત વાહનો ઓવરબ્રિજ વચ્ચે જ રોડ પર આવી જતાં નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ઘટનાની જાણ થતાં જ સંબંધિત પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.ક્રુઝ અને ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને પોલીસે વાહન વ્યવહાર પુનઃ સુચારૂરૂપે શરૂ કરાવ્યો હતો.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
