<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ખંભાળીયામાં કોંગ્રેસ દ્વારા સૌની યોજનાનું બેસણું : દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૬ ટકા જ વરસાદ પડયો : ર૧ મીએ પાલભાઇ આંબલીયાની આગેવાનીમાં આવેદન : ઉગ્ર આંદોલનની ચીમકી

 

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઇ આંબલીયાની  આગેવાનીમાં મોટી સંખ્‍યામાં ખેડૂતો ભેગા થયા હતા તથા દ્વારકા જિલ્લાને તાકીદે દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ સાથે સૌની યોજનાનું પાણી થોડો સમય આવીને બંધ થઇ ગયું હોય ખેડૂતોએ માથા પર ફાળિયા બાંધીને સૌની યોજનાનું બેસણું યોજીને કકળાટ કરીને અનોખી રીતે વિરોધ વ્‍યકત કર્યો હતો.

એકવીસમી ઓગસ્‍ટના રોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને જિલ્લામાં માત્ર ૬ ટકા જ વરસાદ પડયો હોય તાકીદે દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ સાથે લડત શરૂ કરવામાં આવશે.

દ્વારકા જિલ્લાના તમામ ડેમો સૌની યોજનામાં ભરવા માંગ થઇ છે. ર૦૧૯ માં દ્વારકા જિલ્લાના તમામ ડેમો સૌની યોજનામાં ભરવાના હતા પણ ર૦ર૬ સુધી કયારેય ભરાયા જ નથી !!

તમામ ડેમો ભરવા, જિલ્લામાં ઘાસચારાનું વિતરણ શરૂ કરવા તથા જિલ્લામાં પાંજરાપોળ ચાલુ કરવા તથા ખેડૂતોનું ચાલુ વર્ષનું પાકધીરાણ માફ કરવા તથા ખેડૂતોના ફીકસ વીજ બીલ માફ કરવાની માંગો પણ કરવામાં આવી છે. નહીં તો ઉગ્ર આંદોલન લડત શરૂ કરવાનું પણ જણાવવામાં આવ્‍યું છે.

(2:13 PM IST)