તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
જામકંડોરણાના સાજડીયાળી ગામે શ્રી રામચંદ્ર ભગવાનના નવનિર્મિત મંદિરનો ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા,તા.૧૮: તાલુકાના સાજડીયાળી ગામે નવ નિર્મિત રામચંદ્ર ભગવાનના મંદિરનો ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાલે તા.૧૮ ને મંગળવારથી તા.૨૦ને ગુરૂવાર સુધી ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમજ સાજડીયાળી ગામે સ્વ.પરેશભાઈ ગોવિંદભાઈ રાણપરીયા પ્રવેશદ્વારનુ લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિદભાઈ રાણપરિયા, સુરતના અગ્રણી પરસોતમભાઈ ગજેરા સહિતના આગેવાનો હોદેદારો તેમજ આમંત્રિતો હાજરી આપશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યપદે પુ.શાષીજી કિરણભાઈ દવે રહેશે આ પ્રસંગે તા. ૧૯-૮-૨૦૨૬ ના રોજ સવારે ૭-૩૦ કલાકે સ્થાપિત દેવોના પુજન દેવોની નગર યાત્રા સહિતની ધાર્મિક વિધિઓ થશે તા.૨૦-૮-૨૦૨૬ ના રોજ સવારે ૭૩૦ કલાકેથી સ્થાપિત દેવોના પૂજન,શ્રી ઠાકોરજીનો નિજ મંદિરમાં પ્રવેશ,ધ્વજારોહણ, મહાયજ્ઞની પૂર્ણાહુતી સહિતની ધાર્મિક વિધિ થશે આ પ્રસંગે તા. ૧૮ તથા ૧૯ ના રોજ રાત્રે હાલારી રાસ કિતનનું આયોજન કરવામાં આવેલ છે આ હાલારી રાસ કિતન દરમ્યાન શ્રી વલ્લભકુલભુષણ પુ.પા.ગો.૧૦૮ શ્રી શરદબાવાશ્રી (શિલુબાવા) પધારી વચનામૃતનો લાભ આપશે. તેમજ તા.૨૦ ના રોજ સ્વ.પરેશભાઈ ગોવિંદભાઈ રાણપરીયા પ્રવેશદ્વારનું લોકાર્પણ તેમજ તા.૨૦ ના રોજ રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે અને લેઉવા પટેલ સમાજ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે આ મહોત્સવ પ્રસંગે આમંત્રિતોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમજ આ મહોત્સવને દીપાવવા ગોવિંદભાઈ રાણપરીયાના માગદશન હેઠળ ગામના યુવાનો,વડીલો દ્વારા હાલતડામાર તૈયારીઓ ચાલી રહી છે
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
